Archive for the ‘Uncategorized’ Category

અવધૂત ને…

જુલાઇ 7, 2018

 

ભૂતકાળની ભૂલો બધી અજ્ઞાનમાં કીધી હતી; ભવિષ્યની ચિંતા બધી સોંપી દીધી અવધૂતને.

વિનવું તને અવધૂત હે મુજ પર કૃપા કર અબઘડી,

‘હું’ ‘તું’ તણા ભેદો સમાવી દે હવે;

તારો કહી લઈ લે મને, તુજ અંકમાં થઈ માવડી.

તવ કૃપાથી હે ગુરુવર.. ભજનની કેડી જડી.. અવધૂતની ઓળખ મળી

મેં ‘સ્વરૂપ’માં સ્થાપન કર્યું નિજ આનંદે અવધૂતનું;

હે આદ્ય ગુરુ…

મને શક્તિ દે સેવા કરું…

મને ભક્તિ દે પૂજન કરુ…

મને બુદ્ધિ દે સ્તવન કરું…

Advertisements

IT IS THE LITTLE THINGS THAT MAKE A BIG DIFFERENCE

જુલાઇ 7, 2018

 

There was a man taking a morning walk at or the beach. He saw that along with the morning tide came hundreds of starfish and when the tide receded, they were left behind and with the morning sun rays, they would die. The tide was fresh and the starfish were alive. The man took a few steps, picked one and threw it into the water. He did that repeatedly. Right behind him there was another person who couldn’t understand what this man was doing. He caught up with him and asked, “What are you doing? There are hundreds of starfish. How many can you help? What difference does it make?” This man did not reply, took two more steps, picked up another one, threw it into the water, and said, “It makes a difference to this one.”

 

 

What difference are we making? Big or small, it does not matter. If everyone made a small difference, we’d end up with a big difference, wouldn’t we?

આપણી માનસિકતા….

જુલાઇ 4, 2018

આજ કાલ એક અભિનેતા કે, જે મુંબઈ ના વિસ્ફોટમાં આરોપી હતો અને જેની પાસેથી એક ૪૭ જેવું ખતરનાક હથિયાર પકડાયેલું અને આ ગુના સબબ, આપણા દેશની ન્યાયવ્યસ્થાના તમામ મળતા લાભો મેળવવા છતા છ વર્ષની સજા પામેલા એક ગુંડા.. મવાલી.. આતંકી.. ના જીવન ઉપર ની ફિલ્મ ચાલી રહી છે.

અને આ ફિલ્મ કરોડોની કમાણી કરી રહી હોવાના ન્યૂઝ પણ છપાઈ રહ્યાં છે… મને એ સમજાતું નથી કે, જે વ્યક્તિને આપણી લોકશાહીના સર્વોચ્ચ અદાલત સુધીના ન્યાયતંત્રએ દોષિત માન્યો છે.. અને તે પણ હજારો નિર્દોષને મોતને ઘાટ ઉતારનારા સાથેની સાંઠગાઠમાં… કારણ કે, જે હથિયાર તેની પાસેથી બરામદ થયું… તે આપનારાઓ કોણ..? ખરેખર આ માણસ સંજોગોનો ભોગ બનેલો નિર્દોષ વ્યક્તિ હોત તો અવશ્ય તેને આવું ભયાનક હથિયાર આપનારાઓ વિરુદ્ધ ક્રિ.પ્રો.કો ની ક.૧૬૪ મુજબ અદાલતમાં નિવેદન આપી દીધું હોત.. હજી દાઉદ પકડાયો નથી.
મને આ ગુનેગાર ગુંડાના જીવન ઉપર ભારત દેશમાં જ ફિલ્મ બને… આ ફિલ્મ જોઈને સવાસો કરોડ દેશવાસીઓની સહાનુભૂતિ આ ગુંડો મેળવી જાય.. એટલું જ નહી આ ફિલ્મથી મારા દેશની જનતાના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા ની કમાણી કરી જાય તે હરગીઝ પસંદ નથી. લોકશાહીમાં જો એને આવી ફિલ્મ પ્રસિદ્ધ કરવાનો અધિકાર છે તો તેનો કાયદેસરનો અને વ્યાજબી વિરોધ કરવાનો મને પણ અધિકાર છે.

મિત્રો… માની લઈએ કે, આ માણસને તેના કર્યાનો ભારોભાર પસ્તાવો છે.. તેથી કઈ તેના કરેલા કર્મોને વ્યાજબી ઠરાવી શકાય નહી. આપણે તો એવા છીએ કે, વાલીઆ લુટારા ને પણ ઋષિનો દરજ્જો આપીએ પરંતુ શરત એટલી છે કે, તેણે તેના પુર્વના કર્મોનું પ્રાયશ્ચિત કરેલું હોવું જોઈએ.
આ પ્રુવ્ડ કન્વીક્ટ તેની ટ્રાયલ દરમ્યાન સર્વોચ્ચ અદાલત સુધી પોતે નિર્દોષ હોવાની માળા જપતો રહ્યો.. આ મુંબઈ વિસ્ફોટોની કેટલીયે બાબતો માટે તે તાજનો સાક્ષી બની શક્યો હોત.. પણ બન્યો નથી. અરે, સજા થઈ ગઈ અને આપણી સરકારોએ સંખ્યાબંધ પેરોલ આપી અને સજા ઘટાડી પણ દીધી છતા એ હજી પણ તેના મોઢેથી ભસ્યો નથી કે, તેને હથિયાર કોણે આપ્યું હતુ..?

તો, એના માટે મારા હાર્ડ અર્નડ પૈસા ખર્ચી એની ફિલ્મ કેમ જોવા જવાય.? મારો બાર વર્ષનો દિકરો મને આ ફિલ્મ જોયા પછી કહે કે, બીચારો સંજુ કેટલો સારો.. નિર્દોષ અને સંજોગોનો માર્યો ઈન્સાન છે.. તો મારાથી એ કેવી રીતે સહન થાય.?

મને એવો વસવસો રહ્યાં કરે છે કે, આપણા દેશની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સમાજના ઘડતરમાં આટલું મોટું યોગદાન છે તેના વિષયો, તેની વાર્તા અને તેની સ્ક્રિપ્ટ ઉપર કોઈ નિયંત્રણ કેમ નથી. શાળામાં ભણવામાં આવતા વિષયો અને પાઠ્યપુસ્તકો કરતા એક હજારઘણું ઈન્ફ્લ્યુઅન્સ નવી પેઢી ઉપર ફિલ્મોનું અને ટી.વીનું રહ્યું છે. અને છતા મારા દેશના ભવિષ્ય સમા બાળ માનસ ઉપર વિનારોકટોક ખુન , હત્યા, આતંકવાદ અને બળાત્કાર કે ચારિત્ર્યહિનતા આ ફિલ્મોના માધ્યમથી ઘુસી જાય છે.

હમણા જ ગુજરાતી ભાષાની એક બહું જ સુંદર ફિલ્મ ‘રેવા’ આવી હતી.. જેનો સુંદર વિષય અને ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમી માં નર્મદા ના ખોળે વસતા અને વિહરતા લોકોનું અદ્ભૂત વર્ણન હતુ. પરંતુ હું પરિવાર સાથે સીનેમા હોલમાં જોવા ગયો ત્યારે માંડ દસ બાર લોકો આ ફીલ્મ જોવા આવેલા અને આખો હોલ ખાલી હતો.. આ ફિલ્મના નિર્દેશકો દરેક શહેરોના સિનેમા હોલમાં હાજર રહી લોકોને કહેતા કે, બીજા ને આ ફિલ્મ જોવા પ્રેરજો.. અને છતા તેમને ધારી સફળતા મળી નહી, જ્યારે આજે સંજુ ની બાયોપીક કરોડોનો વકરો કરે છે…

ભારતની પ્રજામાં સારા નરસાનું વિવેકભાન ક્યારે આવશે.?
સબકો સન્મતિ દે ભગવાન મેરા ભારત રહે મહાન…

ધર્મેન્દ્રસિંહ રણા ના શ્રિ ગુરુદેવ દત્ત…

સ્વાતંત્ર્ય વીર સાવરકર

જૂન 29, 2018

છેલ્લા ત્રણ ચાર દિવસથી મારા સંવેદનાતંત્ર ઉપર એક અનોખાં વ્યક્તિત્વનો કબજો છે. એવું વિરલ ચરિત્ર જેણે જીવેલી પ્રત્યેક ક્ષણે ડગલે ને પગલે આકરી કસોટી લેવાઈ છે અને છતાં અંતિમ ક્ષણ સુધી જે માં ભારતીની આઝાદી માટે અખંડ ભારતના સ્વપ્ન ને વાસ્તિકતામાં બદલવાની ઝુંબેશ સાથે જીવતા રહ્યાં… જી હા, એ છે વીર વિનાયક દામોદર સાવરકર..

ચાફેકર ભાઈઓની ફાંસી ને ટાણે…માં ભવાની સમક્ષ દેશ ને અંગ્રજોની ચુંગલમાં થી છોડાવવાની ભીષ્મપ્રતિજ્ઞા કરનારો બાલ વિનાયક…

વિલાયત ની ધરતી પર જઈને મદનલાલ ઢિંગરા જેવા કઈ કેટલાય યુવાનોમાં આત્મવિશ્વાસ અને જોમ ભરી આઝાદીની યજ્ઞવેદીમાં સ્વ બલિદાન આપવા તત્પર કરનાર હીરો સાવરકર..

શ્યામજી કૃષ્ણવર્મા, મૅડમ કામા અને સરદારસિંહ રાણા જેવા અને દેશપ્રેમીઓ સાથે પરદેશની ધરતી પર રહી પોતાની લેખન શક્તિ દ્વારા માત્ર ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વને ૧૮૫૭ માં ભારતમાં બનેલી ઘટનાઓ જેને આપણે સૌ આજે પણ સૈનિકોના બળવા તરીકે અને ભારતીયોના વિપ્લવ તરીકે ભણી રહ્યાં છીએ તે અંગ્રજો ના અત્યાચાર સામે ભારતીયોએ છેડેલો સૌ પ્રથમ સ્વાધિનતા સંગ્રામ હતો એ દર્શાવતું પુસ્તક લખનાર વિનાયક દામોદર સાવરકર…

સાવરકર જેવો બીજો કોઈ કવિ દૂનિયામાં થયો નહી હોય જેણે આંદામાનની જેલની દિવાલો પર પગમાં ખુંપેલા કાંટાઓ અને કોલસા થી આઝાદીની કવિતાઓ રચી…

વીર સાવરકર એટલાં માટે વીર છે કારણ કે, એમણે કદી પોતાના ધ્યેયથી પીછેહઠ નથી કરી… મારા રૂવાડા ઉભા થઈ જાય છે એ વિચાર કરતા કે, કોઈ માણસ હજારો માઈલ દૂર મોજ શોખ સુખી જીવનની બધી તક હાથવગી હોવા છતા કઈ રીતે એને છોડીને ભારતની આઝાદી માટે ફના થઈ ગયા હશે. પુસ્તકોમાં પિસ્તોલ મોકલાવી ને અંગ્રજોના અત્યાચાર સામે ૧૯ મી સદીની શરૂઆત ના સમયમાં ક્રાંતિની જ્યોત જલાવી હશે.

આપણા સૌની આઝાદી માટે લડતા શું એને કોઈ દિવસ એની પ્રેમાળ પત્નીનો વિચાર નહી આવ્યો હોય જેને અંગ્રેજોએ પહેરેલા કપડે ઘરમાં થી કાઢી મુકી હતી. શું એને એના મોટા ભાઈ અને સ્નેહાળ ભાભીની યાદ નહી આવી હોય અને એક ના એક દીકરાનો પણ એણે વિચાર નહી કર્યો હોય..?

અંગ્રેજોએ એમને બબ્બે જન્મટીપ કરી ૫૦ વર્ષ સુધી આંદામાન નિકોબારની જેલમાં રહેલા મોકલી આપ્યા.. અને ત્યાના ક્રુર જેલર જનરલ બારી ના અત્યાચાર સહન કર્યાં. પછી રત્નાગીરીમાં નજર કેદમાં રાખ્યા..
દેશ આઝાદ થયો પણ તેના માટે જીવન આપનારા આ યુગપુરુષ ને આપણે ભુલાવી દીધો.. એ તો ઠીક પણ આ નખશિખ રાષ્ટ્રવાદી અને ચિંતક વિચારક એવા સાવરકરજીને માથે આપણે ગાંધી હત્યા ના ષડ્યંત્રમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો..

આજે એ વીર સાવરકરનો જન્મ દિવસ છે.. આપ સૌ મિત્રોને નમ્ર વિનંતિ સાથે આ પોસ્ટ સેર કરું છું કે, આજે અથવા જ્યારે આ પોસ્ટ તમને વાંચવા મળે ત્યારે આ મહાપુરુષ ને યાદ કરજો અને તમારા પરિવાર સાથે આ મહાન વ્યક્તિત્વને વાગોળજો.

આપણો દેશ એટલે જ મહાન છે કે, આપણા રાષ્ટ્ર પાસે વીર સાવરકર જેવા તો અનેક દિવ્ય રત્નો હતા.. અને હા, આ રાષ્ટ્ર એવા રત્નો નિર્માણ કરવાની ક્ષમતા હજીએ ખોઈ બેઠું નથી. સાવરકરજી ના સ્વપ્નની સ્વાધિનતા આવશે. જ્ઞાતિ જાતિ અને સંપ્રદાયો ની કટુતા અને રાગદ્વેષથી મુક્ત સમાજ નિર્માણ થશે જ. જરૂર થશે. સાવરકરજીનું સ્વપ્નું જરૂર સાકાર થશે.

સબકો સન્મતિ દે ભગવાન મેરા ભારત રહે મહાન
ધર્મેન્દ્રસિંહ રણા ના જય ગુરુદેવ દત્ત….