About

મારા વિશે… આ બ્લોગ વિશે…

‘હું’ ધર્મેન્દ્રસિંહ રણા… ગુજરાતના ભરૂચ જીલ્લામાં આવેલા વાલીયા તાલુકાના દેસાડ ગામનાં પ્રાથમિક શિક્ષક દંપત્તિ સ્વ. ગેમલસિંહ મોહનસિંહ રણા તથા સ્વ. લક્ષ્મીબેન મોતીસિંહ માટીએડાનો જયેષ્ટ પુત્ર.. ખેતી, પશુપાલન સાથે સ્વાધ્યાય પરિવાર, સ્વામીનારાયણ પરિવાર, આર.એસ.એસ તથા સજીવખેતી, સર્વોદય, સ્કાઉટ ગાઈડ, સૃષ્ટિ, જતન જેવી સંસ્થાઓ સાથે અનેક પ્રવૃત્તિઓ કરી મારા જીવનને માતાપિતાએ ઉછેર્યું સંસ્કાર્યુ અને સંવર્ધિત કર્યું છે.

પ્રાત:સ્મરણીય રંગ અવધૂત મહારાજ, પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી તથા પૂજ્ય ગુરુદેવ સ્વામી નિજાનંદ સરસ્વતીજીનો મારા વ્યક્તિત્વ અને અસ્તિત્વ પર બહું જ મોટો પ્રભાવ છે.. જે કંઈ પણ મારામાં સારુ હોય તો તે માત્ર આ ગુરુપરંપરાની કૃપાપ્રસાદી જ છે.

ટેક્ષટાઈલનો ડિપ્લોમા લીધા બાદ નોકરી કરતા કરતા અભ્યાસની અભિલાષાથી અંગ્રેજી સાથે સ્નાતક થઈ કાયદા ના સ્નાતકનો અભ્યાસ કર્યો.. અને વકિલાતના સ્વતંત્ર વ્યવસાયમાં ઝંપલાવ્યુ..

સાથે સાથે સને ૨૦૦૧ થી ૨૦૦૭ દરમ્યાન ‘પ્રેરણાપીયૂષ’ નામનું પખવાડિક પત્ર ચલાવ્યું.. અને ૨૦૦૯માં ગુજરાત પબ્લિક સર્વીસ કમીસન દ્વારા લેવાનારી આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટરની પરીક્ષા પાસ કરી હાલમાં ગુજરાત સરકારના કાયદા વિભાગ અંતર્ગત સુરત ખાતે જયુડીસીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે ફરજ બજાવું છું.

આ બ્લોક ગુજરાતીમાં ગુજરાતીઓ માટે અને સૌથી વધું તો મને જે ગમતું મળે કે જડે તેને ગુલાલ કરી અન્યો સાથે વહેચવાની અને તેમ કરવાથી મળતા અનુમોદન, અભિનંદન અને આસિર્નાવચનોના  આનંદને પ્રાપ્ત કરવાના હેતુસર બનાવ્યો છે. બ્લોકમાં ગમતી વાતો share કરશો તો વધું ગમશે

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: