મહારાષ્ટ્રમાં ‘મકોકા’ છે તો ગુજરાતમાં ‘ગુજક્ટોક’ કેમ નહિ.?

મહારાષ્ટ્રમાં ‘મકોકા’ છે તો ગુજરાતમાં ‘ગુજક્ટોક’ કેમ નહી..?શ્રી ધર્મેન્દ્રસિંહ ગેમલસિંહ રણા

આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર

લોકશાહી શાસનવ્યવસ્થામાં વિરોધ કે આંદોલન બહું જ સ્વાભાવિક હોય છે અને જરૂરી પણ છે, પરંતુ જ્યારે વિરોધ વિનાકારણે કે અતાર્કિક કારણે કરવામાં આવે ત્યારે લોકશાહીના સુફળ પ્રાપ્ત થવાને બદલે સારી યોજના કે સારા કાયદાઓ વર્ષો સુધી ચર્ચા વિચારણામાં જ અટવાતા રહે છે અને સાત કોઠાના ચક્રવ્યુહમાં અટવાઈ પડે છે. કંઈક તેવી જ સ્થિતિ ગુજરાતમાં ‘ગુજક્ટોક બિલ’ની થઈ છે. ત્રણ ત્રણ વખત વિધાનસભાએ જરૂરી ફેરફારો કરીને પસાર કર્યા છતા રાષ્ટ્રપતિની મંજુરીને અભાવે તેનું અમલીકરણ અટકી પડ્યું છે. અને કેટલેક ઠેકાણે આ બિલ જાણે કે, કોઈ ચોક્કસ સમાજ માટે સીતમનું સાધન બનવાનું હોય તેવી ગેરસમજો સાથે પ્રજામાં તેના વિરુદ્ધનો મત ઉભો કરવામાં આવી રહ્યો છે.

દૂનિયાના વિકસીત દેશો અને વિકાસની પગથી પર આગેકદમ કરી રહેલા આપણા જેવા રાષ્ટ્રોને આજની તારીખે સૌથી મોટી સમસ્યા હોય તો એ  છે, આતંકવાદ અને સંગઠિત થઈને કરાતી ગુનાહિત પ્રવૃત્તિઓ છે. આતંકવાદ અને ગુંડારાજ માત્ર દુ:ખ પહોચાડવા અને હિંસાખોરી તથા ગેરકાયદેસર રીતે નાણા પ્રાપ્ત કરવા તેમજ સમાજને નૈતિક અધ:પતન તરફ દોરી જવા માટે હોય છે. આ પ્રકારના ગુના આચરનારાઓનો મુખ્ય હેતુ જ સ્વાર્થ માટે સમાજ અને રાષ્ટ્રને નુકસાન પહોચાડવાનો હોય છે. આપણા રાષ્ટ્રને પણ મુંબઈ હુમલા, અક્ષરધામ, સંસદ હુમલો તથા ગોધરાકાંડ અને અન્ય કેટલાય આતંકવાદી હુમલાઓનો અનુભવ થઈ ચૂક્યો છે. અને ગુંડાટોળી કે જે, ઓર્ગેનાઈઝડ ક્રાઈમ કહેવાય છે તેમા દારૂના અડ્ડા, જુગરધામ કે કુટણખાના, ટોળકી બનાવી ગુંડાગીર્દી ફેલાવવી, ખંડણી વસુલવી માફીયાગીરી કરવી કે લેન્ડગ્રબીંગ વિગેરે ગુનાઓનો તેમાં સમાવેશ થાય છે.

એક સમયે આવા ઓર્ગેનાઈડ ક્રાઈમ માત્ર મુંબઈ જેવા મહાનગરોમાં આચરવામાં આવતા હતા પરંતુ આજે આવા ગુનેગારો મહાનગરોમાં પણ પેદા થઈ ગયા છે. ગુજરાતના પાંચ મહાનગરો અમદાવાદ,સુરત,ભાવનગર,જામનગર અને રાજકોટ ઉપરાંત અન્ય શહેરો અને હવેતો નાના નગરોમાં પણ ઓર્ગેનાઈડ ક્રાઈમનો વ્યાપ વધી રહ્યો છે. આવા ગુનાઓની તપાસ અને તેમની વિરુદ્ધ પુરાવાઓ એકત્રિત કરવા કે, ટ્રાયલ ચલાવવા માટે ફોજદારી કાર્યરીતી સંહિતા અને પુરાવાના કાયદાની જોગવાઈઓ પુરતી હોતી નથી. કારણ કે, આ ગુનો આચરનારાઓએ સંગઠિત થઈને ગુનો કરે છે એટલું જ નહી ખંડણી કે, જગારધામ કે કૂટણખાના ચલાવવા જેવી પ્રવૃત્તિ સંગઠિત થઈને જ આચરી શકાય તેવા ગુના છે. અને તેથી જ આવા ગુનાઓને ડામવા અસરકારક ઈન્વેસ્ટીગેસન તથા વિશિષ્ટ પ્રકારે તેની ટ્રાયલ ચલાવવામાં આવે તે ઈચ્છનીય છે.

આપણા પ્રાચિન શાસ્ત્રોમાં એક ન્યાય કહેવાયો છે यथा यक्ष: तथा बलि’ અર્થાત્ યક્ષ તેવો બલી આપવો પડે અને એ મુજબ જ જોઈએ તો આપણી એક્વીક્ઝીટોરીયલ ફોજદારી ન્યાય પ્રક્રિયા કે, જેમાં આરોપી તેના વિરુદ્ધનો ગુનો અદાલતમાં પોલીસ અને પ્રોસીક્યુસન શંકાથી પર સાબિત ન કરે ત્યાં સુધી તેની નિર્દોષતાનું અનુમાન કરવામાં આવે છે તે જ પદ્ધતિ જો આતંકવાદીઓના કૃત્ય ની તપાસ કે કાર્યવાહીમાં પણ અપનાવવામાં આવે તો, આ ભયંકર ગુનેગારો વિરુદ્ધનો ગુનો પુરવાર થાય તેના બદલે તે કાયદાની ચુંગાલમાંથી સરળતાથી છૂટી જવાની શક્યતા વધુ રહે છે. અને તેથી ટેરરીઝમ અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સામે બાથ ભીડવા કેટલીક વિશિષ્ટ સત્તા અને જોગવાઈઓ ઈન્વેસ્ટીગેસન અને પ્રોસીક્યુસનને આપવામાં આવે તથા જયુડીસીયલ કસ્ટડીના સમયગાળામાં વધારો, ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષના કન્ફેસનને પુરાવામાં ગ્રાહ્યતા, આગોતરા જામીનની જોગવાઈ ઉપર પ્રતિબંધ તથા ટલિફોન વિગેરે ઇન્ટરસેપ્ટ કરી મેળવેલ પુરાવાને ગ્રાહ્ય રાખવાની જોગવાઈઓ વિગેરે બાબતોમાં થોડી છૂટછાટ આવે તે માટે ગુજરાત રાજ્ય માટે Gujarat Control of Terrorism and organized Crime Bill 2015 પસાર કરાવામાં આવ્યું છે. કુલ પાંચ પ્રકરણોમાં ૨૮ કલમોથી ટેરરીસ્ટ એક્ટીવીટી તથા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને ચાલુ રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંતર્ગત આવતા ગુનાઓનો સામવેશ કરવામાં આવેલો છે. આ બિલ જો કાયદો બને તો તેની કલમ ૩ તથા ૪ મુજબ આવો ગુનો કરનાર કે, મદદગારી કરનારને સજાની જોગવાઈ છે તથા મિલકત જપ્તીની જોગવાઈ છે તે ઉપરાંત નવા કોઈ ગુનો કે સજાની જોગવાઈ તેમાં નથી પરંતુ આ કાયદાની વ્યાખ્યામાં સમાવિષ્ટ આતંકવાદ કે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ના ગુનાઓના ઈન્વેસ્ટીગેસન તથા ટ્રાયલ અંગેની વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે.

આપણા પડોસીરાજ્ય મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ છેક ૧૯૯૯ ની સાલથી અમલમાં છે. ૨૪ ફેબ્રુઆરી ૧૯૯૯ થી મહારાષ્ટ્રમાં લાગુ પાડવામાં આવેલા ‘મકોકા’ એક્ટનો હેતુ તથા મોટાભાગની જોગવાઈઓ હાલના બિલમાં યથાવત્ છે. પરંતુ તેમ છતા ગુજરાત રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા આવા જ પ્રકારના કાયદાને અત્યાર સુધીમાં ત્રણ વખત ફેરવિચારણા માટે પરત મોકલી આપવામાં આવેલો છે.

તાજેતરમાં ગુજરાત રાજ્ય વિધાનસભા દ્વારા આ બીલ ફરીથી પસાર કરી તેના ગુજરાતમાં અમલીકરણ  માટે રાષ્ટ્રપતિની સંમતિ અર્થે મોકલવામાં આવ્યું છે. અને હવે આ ઓર્ગેનાઇડ ક્રાઈમ તથા આતંકવાદી પ્રવૃત્તિઓ ડામવા માટે કેટલિક વિશેષ સત્તાઓ તથા આ પ્રકારના ગુના પુરવાર કરવા માટે ભારતીય ફોજદારી ન્યાય પ્રણાલીની નો મૂળભુત સિદ્ધાંત Beyond All reasonable Doubt ને અકબંધ રાખીને આરોપીના કથન, કબુલાત જેવી કેટલીક બાબતો અંગે ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ થયેલી કાર્યવાહીને પુરાવામાં ગ્રાહ્ય રાખવા જેવી છૂટછાટો આપવામાં આવેલી છે ત્યારે તેનો વિરોધ અસ્થાને હોવાનું મારુ અંગત માનવું છે.

આ બીલની જોગવાઈઓ હાલમાં મહારાષ્ટ્રમાં અમલમાં છે જ તેવા મોકોકા એક્ટ જેવી જ છે. ૨૦૦૨ માં આતંકવાદ ને નાથવા માટે વિશેષ જોગવાઈઓવાળા ‘પોટા’ એક્ટને ૨૦૦૪ માં નવી સરકાર આવતા રદ કરી દેવાયો હતો. ત્યાર બાદ ગુજરાતમાં હાલના વડાપ્રધાન માન. નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી બન્યા બાદ ૨૦૦૪ માં ગુજક્ટોક બિલ પસાર કરવામાં આવેલ હતો જેને તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ દ્વારા મંજુરી અપાયેલી નહોતી. તે પછી ૨૦૦૮માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે તેને પરત કરી દીધેલ હતો અને તે પછી ૨૦૦૯ માં એ બીલ પસાર કરી ફરીથી રાષ્ટ્રપતિની મંજુરી અર્થે મોકલવામાં આવેલું જેના ઉપર હજી સુધી નિર્ણય લેવામાં આવેલો નથી. છેવટે ફરીથી માર્ચ ૨૦૧૫માં ગુજરાત વિધાનસભાએ આ બિલને ફરીથી પસાર કરી રાષ્ટ્રપતિ દ્વારા તેના ઉપર અધિકૃતતાની મહોર મારવામાં આવે તે અર્થે મોકલી આપવામાં આવેલું છે.

પ્રસ્તાવિત ‘ગુજક્ટોક’ ની મહત્વની જોગવાઈઓ તથા તેના વિરોધ અને સમર્થન ના તર્કો નીચે મુજબ છે.

 

 

કલમ પ્રાવધાન વિરોધ સમર્થન
૧૪ આરોપીએ ફોન પર કરેલી વાતચિત કે અન્ય સંદેશાવ્યવહાર તેના વિરુદ્ધ પુરાવા તરીકે માનવી પુરાવાના કાયદા અનુસાર કલમ ૬૫ બીના પ્રમાણપત્ર વિના કોઈ ઈલેક્ટ્રોનિક રેકર્ડ પુરાવામાં ગ્રાહ્ય રાખી શકાય નહી આતંકવાદ કે, સંગઠિત અપરાધોના કિસ્સામાં પ્રથમદર્શનીય અને જડબેસલાક પુરાવો તેમના કોમ્યુનીકેસન જ હોય છે. અને સમાજ વિરુદ્ધનો ગંભીર ગુનો હોય ત્યારે વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકાર પર વ્યાજબી નિયંન્ત્રણ મુકી શકાય
૧૬ આરોપીએ એસ.પી કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ આપેલ કબુલાતને પુરાવામાં ગ્રાહ્ય ગણવી (આવી કબુલાતના નિવેદન આપ્યા બાદ તેની કોર્ટ દ્વારા ખરાઈની પણ જોગવાઈ છે. સી.આર.પી.સી કલમ ૧૬૪ મુજબનું ન હોય તેવા તમામ પોલીસ રૂબરૂના નિવેદન ક.૧૬૨ મુજબ દર્શાવાયા સિવાય વાપરી શકાય નહી. તથા પુરાવાના કાયદાની ક.૨૪,૨૫ તથા ૨૬ જોતા જોગવાઈ વિરોધાભાસી છે. જે કબુલાત એસ.પી. કક્ષાના અધિકારી સમક્ષ કરવામાં આવેલી હોય અને તેનું રેકોર્ડીંગ કરી લેવામાં આવેલું હોય તે સંજોગોમાં કલમ ૨૪ તથા ૨૫ નો બાધ આવતો નથી.
૨૦ ચાર્જસીટ રજુ કરવાનો સમયગાળો ૬૦ અથવા ૯૦ દિવસને બદલે વિશેષ સંજોગોમાં ૧૮૦ દિવસ કરવાની તથા જાત મુચરકા પર આરોપીને ન છોડવાની જોગવાઈ તપાસ દરમ્યાન છ માસ સુધીની આરોપીની કસ્ટડી ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. સંગઠિત અને આતંકવાદી કૃત્ય જેવા ગુનાઓ હોવાથી તેમાં તપાસ કરવા માટે થોડા વધુ સમયની જરૂરીયાત વ્યાજબી છે.

મારા મતે ગુજરાત દ્વારા વિધાનસભામાં ત્રણ ત્રણ વાર મંજુર કરીને રાષ્ટ્રપતિ તરફ મોકલવામાં આવેલા આ બીલને હવે વહેલી તકે મંજુરી પ્રાપ્ત થવી જોઈએ. અને હા, આ કાયદાનો દુરઉપયોગ થશે એવી ભીતિ સેવીને આવા કડક કાયદાની ગેરહાજરીમાં આતંકવાદીઓ અને ઓર્ગેનાઝડ ક્રાઈમ કરનારી ગેંગોને ફાવતુ મળે તેવું કરવું પણ અયોગ્ય ગણાશે, કારણ કે, જે પોલીસ તંત્રને આપણે સમાજના રક્ષણની જવાબદારી સોંપી છે તે રક્ષકને બદલે ભક્ષક બનતું હોય તો તે માટે અન્ય કોઈ ઉપાય વિચારવો જોઈએ. પરંતુ પોલીસ દમન થશે તેવી માત્ર ભીતિ સેવી ‘ગુજક્ટોક’ ને લટકાવી રાખવું એ મારી દ્રષ્ટિએ લોકશાહી વ્યવસ્થાનું અને બંધારણનું પણ અપમાન છે, કારણ કે, આ બીલને વિધાનસભા(ગુજરાતની પ્રજા) ત્રણ ત્રણ વાર પસાર કરી ચૂકી છે.

ધર્મેન્દ્રસિંહ ગેમલસિંહ રણા (આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર, જયુડીસીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ, સુરત)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: