એપીપી એકઝામ સ્ટડી મટીરીયલ

કાયદા વિભાગમાં આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર ની જગ્યા માટે

ગુજરાત પબ્લિક સર્વિસ કમીસન

દ્વારા લેવાનારી

ઇન્ટરવ્યુ – મૌખિક કસોટી – Viva-Voce

ની તૈયારી માટે

અભ્યાસ સામગ્રી

 

Study Material Prepared by

DHARMENDRASINH GEMALSINH RANA

ASSISTANT PUBLIC PROSECUTOR

LEGAL DEPARTMENT

GOVERNMENT OF GUJARAT

CONTECT : 9427582895

EMAIL : manusmruti@gmail.com

www.prernapiyush.wordpress.com

 

પ્રસ્તાવના

આ સ્ટડી મટીરીયલ આગામી સમયમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાનારી મૌખિક કસોટી તથા ભવિષ્યમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવતી સીવીલ જજ તથા જયુડિસીયલ મેજીસ્ટ્રેટની પસંદગી માટેના ઈન્ટરવ્યુની તૈયારી કરવામાં એટવોકેટ મિત્રોને કાયદાનાં મુદ્દાઓની માહિતિ પ્રાપ્ત થાય એવા શુભઆસયથી તૈયાર કરેલું છે. આ સામગ્રીમાં ઈન્ટરવ્યુ માટેનું માળખુ, પુછવામાં આવતા પ્રશ્નોનું સ્વરૂપ તથા મુખ્ય વિષયોની માર્ગદર્શક સામગ્રી આવરી લેવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

આ માહિતિમાં મેં મારી સંપુર્ણ ચોક્કસાઈથી ઈન્ટવ્યુમાં પુછી શકાય તેવા વિવિધ વિષયો સરળતાથી સમજાય તેવી રીતે રજુ કરવાનો પ્રયત્ન કરેલો છે પરંતુ તેમ છતા કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તેવું બની શકે છે. માટે આપ સૌ ને આ સ્ટડી મટીરીયલમાં ઉલ્લેખાયેલા વિષયો બાબતે તાત્પર્ય ઉપર આવવા જે તે કાયદાના પુસ્તકનો જ આધાર લેવા વિનંતિ છે.

આ અભ્યાસ સામગ્રી તૈયાર થઈ શકી તે માટે સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસીયેસન ના પ્રમુખ શ્રી આર.એન.પટેલ, સીનીયર એડવોકેટ શ્રી મનિષભાઈ દેસાઈ અને કનુભાઈ પટેલ તેમજ સહયોગી યુવા એડવોકેટ શ્રી અશ્વિન જોગડીયાએ સતત ઉત્સાહપુર્વક સેમીનારનું આયોજન કર્યું તે ખૂબ જ મહત્વનું નિમિત્ત છે. કારણ કે, દર ગુરુવારે આ સેમીનારોમાં  સુરત બારના એડવોકેટસ તેમજ અંકલેશ્વર, ભરૂચ, આહવા, નવસારી, વલસાડ, માંગરોલ વિગેરે જગ્યાએ થી આવતા એડવોકેટ સમક્ષ જે વિષયો મે ભણાવ્યા તેનો જ આધાર લઈ તેમની વારંવારની ભારપુર્વકની માંગણીને પરિણામસ્વરૂપ આ સ્ટડી મટીરીયલ તૈયાર કર્યું છે. અને આ સેમીનારમાં બંધારણની જોગવાઇઓ તથા ઈન્ટરવ્યુની તૈયારી અને કાયદાના વિષયો ઉપર માર્ગદર્શન આપી મને સતત સાથ અને સહકાર આપતા રહેલા મારા મિત્ર શ્રી બકુલ પરજીયા સાહેબ પણ નિમિત્ત બન્યા છે.

આમ, એડવોકેટ મિત્રોની માંગણી અને મારા સહઅધિકારીઓની લાગણીના પરિણામ સ્વરૂપે આપને આ સ્ટડી મટીરીયલ પ્રાપ્ત થઈ રહ્યું છે.

આ સ્ટડીમટિરીયલથી આપ સૌને થોડી પણ મદદ ઈન્ટરવ્યુમાં પ્રાપ્ત થઈ શકશે તો, આપની સમફળતામાં મને પરમેશ્વરે માત્ર નિમિત્ત બનાવ્યો છે. કારણકે, મારામાં જે કઈં પણ સારુ છે તે કૃપાળુ પરમાત્મા, મારા ગુરુદેવ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતીજી તથા મારા સદગત્ માતાપિતાના આસિર્વાદ જ છે. તેથી મારાથી કઈ પણ સારુ થઈ શક્યું છે તે બધું જ એમનો કૃપાપ્રસાદ છે. અને એથી જ આ કાર્યનું સઘળું શ્રેય મારા માટે પરમેશ્વર સ્વરૂપ મારા માતાપિતા અને ગુરુદેવનાં ચરણોમાં અર્પણ કરી હું મારી જાતને કૃતાર્થ સમજુ છું. આપ સૌને મૌખિક પરીક્ષામાં આપ સૌ ખૂબ જ સારો દેખાવ કરી શકો તે માટે હ્રદયપુર્વકની શુભેચ્છાઓ.

લી. ધર્મેન્દ્રસિંહ ગેમલસિંહ રણા

(આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર, જ્યુડીસીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ સુરત)

 

ઈન્ટરવ્યુ

ઈન્ટરવ્યુ અથવા મૌખિક કસોટી, એ જે તે જગ્યા માટે ઉમેદવાર યોગ્ય છે કે, નહી તે નક્કી કરવા માટે લેવામાં આવતી પરીક્ષા છે. જેમાં એક તરફ પસંદગીકારો હોય છે અને બીજી તરફ ઉમેદવાર હોય છે. જેમાં ઈન્ટરવ્યુ લેનારનો હેતુ જે તે જગ્યા માટે ઉમેદવાર લાયક છે કે નહી તે ચકાસવાનો છે. જ્યારે ઉમેદવારનો ઉદ્દેશ આ મૌખિક કસોટીમાં પોતે જ એ જગ્યા માટે શ્રેષ્ટ ઉમેદવાર છે તેવું પ્રસ્થાપિત કરવાનો છે. તેથી ઈન્ટરવ્યુના અંતે પસંદગીકારોને જે તે જગ્યા માટે આ ઉમેદવાર લાયક છે એવું નિશ્ચિત કરે તે રીતે ઈન્ટરવ્યું આપવું જોઈએ.

ઈન્ટરવ્યુમાં થતી પ્રશ્નોત્તરી વખતે ઉમેદવારની અભિવ્યક્તિ કેવી હોવી જોઈએ.? જાહેરાત કે ફીલ્મમાં કરાતી એક્ટીંગની જેમ પોતે શ્રેષ્ઠ અને યોગ્ય ઉમેદવાર છે તેવું દર્શાવતી એક્ટીંગ ચાલે નહી કારણ કે, ઈન્ટરવ્યુ લેનાર તજજ્ઞ છે. તેની નજરમાં તમે ગોખેલી અને કૃત્રિમ અભિવ્યક્તિ કરી રહ્યાં છે તે ખબર પડી જ જાય. તેવી જ રીતે ઈન્ટરવ્યુ માં આપણે એક પત્રકાર નેતાની મિડિયામાં થતી ચર્ચાની જેમ પણ જવાબો આપી શકીએ નહી કારણ કે ટી.વી ઈન્ટરવ્યુમાં ઈન્ટરવ્યુ લેનાર અને આપનાર બન્નેનો હેતું જુદો હોય છે.અને તેમને પ્રશ્નો તથા જવાબ પ્રિપ્લાન્ડ હોય છે.

સામાન્ય રીતે જાહેર સેવા આયોગની વર્ગ –૧ તથા વર્ગ–૨ ની મૌખિક પરીક્ષાઓ લેવા માટે પાંચ સભ્યોનું બોર્ડ હોય છે. જેમાં વિષયના તજજ્ઞો, માનસશાસ્ત્રના નિષ્ણાંત અને અનુભવી સભ્ય ઉપરાંત બોર્ડના સભ્યનું બનેલું હોય છે. આ ઈન્ટરવ્યુમાં નિવૃત્ત હાઈકોર્ટ જજ કે ડિસ્ટ્રીક્ટ જજ તથા અનુભવી વિદ્વાન ધારાશાસ્ત્રીઓ હોય શકે છે. જ્યારે હાઈકોર્ટ દ્વારા લેવાતી જજની પરીક્ષાના ઈન્ટરવ્યુની પસંદગી સમિતિમાં કાર્યરત ત્રણ થી પાંચ ન્યાયમુર્તિઓની પસંદગી સમિતિ હોય છે

મારી દ્રષ્ટિએ આપણો ઈન્ટરવ્યુએ ક્રિકેટની રમત રમતા બેટ્સમેન જેવો છે. જેમાં દરેક બોલ રૂપી પ્રશ્નો તમને ક્લીન બોલ્ડ કરવા માટે નંખાતા હોય છે. ક્યારેક કાયદાનો અઘરો સવાલ તમને ફાસ્ટ બોલ જેવો આવે તો, ક્યારેક ગુગલી બોલ તમને ખોટી કે અતિશયોક્તિભર્યુ વર્તન કરવા લલચાવે આ તમામ પરિસ્થિતિમાં તમારે શ્રેષ્ઠ બે૨સમેનની જેમ રમવાનું છે અને પ્રેક્ષકની નજરમાં સારા ક્રિકેટર સાબિત થવાનું છે. આ ઈન્ટરવ્યુમાં પાંચ બોલરો હશે જે તમને સરેરાસ છ ઓવરની (પ્રશ્નો) ની એક એક ઓવર નાંખશે જે તમારે રમવાની છે કેટલાક અઘરા બોલ હશે જેમાં તમારે વિકેટ સાચવવાની છે તો કેટલાક સહેલા બોલ હશે જેમાં તમારે ચોકકા છક્કા મારવાના છે. જો કે, ચોક્કા છક્કા મારતી વખતે અન્ય ખેલાડીના હાથમાં કેચ ન જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે(અપણો જવાબ ખોટો ન પડી જાય). જેવી રીતે ક્રિકેટની રમતમાં માત્ર થોડાક જ રન કરી શકનાર ઉમેદવારને કંઈ કાઢી મૂકવામાં આવતો નથી કારણ કે, પસંદગીકારો તેની મુલવણી તેના રન થી નહી પરંતુ તેની રમત કેવી હતી તેના ઉપર થી કરે છે. You should play like a good batsman during your interview. All wanted to examine your ability quality and capacity to play. ઈન્ટરવ્યુમાં તમને કેટલાક પ્રશ્નોના જવાબ ન આવડે તેથી કંઈ તમારું મુલ્યાંકન ખોટું થતું નથી કારણે ઈન્ટરવ્યુનો હેતુ તમને કેટલું આવડે છે એ નહી, પરંતુ તમે જગ્યા માટે લાયક ઉમેદવાર છો કે કેમ.? એ નક્કી કરવાનો છે.

અત્યાર સુધી મે મારા જીવનમાં જાહેર સેવા આયોગ , ઉપરાંત ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાનાર ડિસ્ટ્રિકજજ ની કેડર માટેની પસંદગીનો ઈન્ટરવ્યુ તથા જીલ્લા કક્ષાએ એડિસનલ પબ્લિક પ્રોસીકયુટરના ઈન્ટરવ્યુ અને એન્જીનીયર તરીકે ના વ્યવસાય દરમ્યાન કેટલાક ઈન્ટરવ્યુઓ આપ્યા છે અને પરિણામસ્વરૂપે સફળતા અને નિષ્ફળતાઓ બન્ને મેળવી છે. અનુભવના આધારે મને લાગે છે કે, ઈન્ટરવ્યુ માં પસંદગીકારો કેટલાક ગુણો આપણામાં છે કે નહી તેનું મુલ્યાંકન કરે છે. અને તે ગુણો જો આપણા જવાબોમાંથી છલકાતા હોય તો આપણું નામ અવશ્ય સફળ ઉમેદવારોની યાદીમાં આવી શકે.

ઈન્ટરવ્યુમાં ઉમેદવારની કઈ પ્રતિભાની ચકાસણી કરવામાં આવે છે.?

ઈન્ટરવ્યુમાં પસંદગીકારો તમારામાં નીચે મુજબના ગુણો છે કે કેમ તે ચકાસવા પ્રશ્નો પુછશે. તેમને તમારો જવાબ શું છે એનાથી નિશ્બત નથી પરંતુ તમારા જવાબમાંથી આ ગુણો તમારામાં છે કે નહી તે ચકાસવાનું છે.

Self Confidence આત્મવિશ્વાસ

ઈન્ટરવ્યુ માં પુછાતા પ્રશ્નોનો તમારો જવાબ ‘જો અને તો’  સાથે અને  સંભાવનાઓથી ભરપુર હોવો જોઈએ નહી, પરંતુ નિશ્ચિત અને સ્પષ્ટ જવાબ હોવો જોઈએ. તમારા જીવનમાં તમે જે કઈ પ્રાપ્ત કર્યું છે અને તમારા ભવિષ્ય માટે પણ તમે ગમે તેવી વિપરિત સ્થિતિમાં સજજ રહી શકો છો તેવી હકિકતો તમારા ઈન્ટરવ્યુના જવાબોમાં થી પ્રગટ થાય તેવી રીતે વિચારીને સ્પષ્ટ જવાબ આપો.

Well manner સુચારુ શિષ્ટાચાર

આ ક્વોલીટીને બીજા શબ્દમાં કહેવું હોય તો ‘વિવેક’ કહી શકાય ઈન્ટરવ્યુ ખંડમાં પ્રવેશ, બેસવા માટેની અનુમતિ, પ્રણામ તથા તમારી જવાબ આપવાની બોલવાની ઢબ આ બધા ઉપરથી તમારો શિષ્ટાચાર ચકાશવામાં આવતો હોય છે. ઘણી વખત આપણા જન્મ, જાતિ, કુલ, વિદ્યા કે રૂપ વિગેરે ઈશ્વરદત્ત ગુણોની આપણા વ્યક્તિત્વમાં મગરૂરી આવી ગઈ હોય છે. આ મગરૂરી કે અભિમાન હંમેશા આપણી સાથે વહેવાર કરનારા સામી વ્યક્તિને પસંદ પડતા નથી. જેથી ઈન્ટરવ્યુ આપવા જાવ ત્યારે શિષ્ટાચાર પણ તમારો શિષ્ટાચાર વ્યક્તિત્વની ઘણી મહત્વની બાબત બની જાય છે. જે તમારી જ પસંદગી કરવા માટે પસંદગીકારોના મન ઉપર દબાણનું કામ કામ કરે છે.

Simple and Attractive personality સરળ અને આકર્ષક વ્યક્તિત્વ

આપનું વ્યક્તિત્વ સરળ હોવું જોઈએ અને સાથે સાથે આકર્ષક પણ હોવું જોઈએ. પતિ– પત્નીની પસંદગીમાં જેમ બધા જ ગુણો કરતા આકર્ષકતા શિરમોર ગણાય છે તેનો અર્થ ઈન્ટરવ્યુ આપવા જતી વખતે આપ બ્યુટીપાર્લરમાં જઈ તૈયાર થાવ તેવું કહેવાનો નથી, પરંતુ તમે જેવા હો તેવા સ્વચ્છ સુઘડ અને સરળ બની ને જાઓ એ જરૂરી છે. તે માટે ઈન્ટરવ્યુ ના એકાદ મહિનાથી દરરોજ અડધો કલાક નો હળવો વ્યાયામ, પ્રાણાયામ યોગ તથા તમે જે ધર્મને માનતા હોય તે ઈશ્વરતત્વને પ્રણિધાન કે પ્રાર્થના કરવાથી આકર્ષક વ્યક્તિત્વ પ્રાપ્ત થશે. ઈન્ટરવ્યુમાં જાઓ ત્યારે પ્રોપર ડ્રેસકોડ હોય, સરખી રીતે ઓળેલા વાળ હોય  તો તમારા વ્યક્તિત્વને આકર્ષક બનાવી દેશે. સાથે એકદમ હળવી અને મન પ્રફુલ્લિત કરે તેવી સુગંઘ વિવેકપુર્વક ઉમેરી શકાય.

Appropriateness for the post યોગ્યતા કે લાયકાત

જે જગ્યા માટે આપ ઈન્ટરવ્યુ આપી રહ્યાં છે તે જગ્યા માટે આપની યોગ્યતા છે કે કેમ તે ખૂબ જ મહત્વનું છે અને તે બાબત માટે આપે ખૂબ જ સાવધાન રહી તૈયારી કરવી જોઈએ.

આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર તરીકે કરવાની કામગીરી કઈ કઈ હોય છે તે આપને ખબર હોવી જોઈએ. એ.પી.પીના કયા કયા ગુણો હોવા જોઈએ તે જાણી લેવા જોઈએ અને એ.પી.પીની જગ્યાનું ફોજદારી ન્યાય પ્રણાલીમાં કેટલું મહત્વ છે તે પણ આપે જાણી લેવું જોઈએ. વધારાની માહિતિ તરીકે , ક્રિ.પ્રો.કોડની કલમ ૨૪, ૨૫, ૨૫એ , ૩૦૧,૩૦૨, ૩૦૬,૩૨૧ માં જ્યા એ.પી.પીનો રોલ આવે છે તે જોગવાઈઓથી અને હાલની ડાયરેક્ટોરેટ ઓફ પ્રોસિક્યુસનની સ્થિતિથી વાકેફ રહેવું જોઈએ. (આ વિષય ઉપર મારો એક આર્ટિકલ ‘The Prosecution in India neglected and avoided limb of judiciary’ www.lawyersclubindia.com માં પ્રસિદ્ધ થયેલ છે તેનો આધાર લેશોતો દેશમાં પ્રોસીક્યુસનની સંપુર્ણ અને વાસ્તવિક સ્થિતિ થી માહિતગાર થઈ શકશો.

Knowledge Of Law કાયદાનું જ્ઞાન

આપ જે જગ્યા માટે ઉમેદવારી કરી રહ્યાં છો તે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટરનું સૌથી મહત્વનું કાર્ય તેના હોદ્દા ના નામ માંજ સમાયેલું છે. એ.પી.પી નું કાર્ય જયુડીસિયલ મેજીસ્ટ્રેટને ફોજદારી ન્યાય કરવામાં સહાયભૂત (Assist) થવાનું છે. આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર એટલે મુખ્ય પ્રોસીક્યુટરના સહાયક નહી પરંતુ નીચેની અદાલતમાં ચાલતી ફોજદારી કાર્યવાહીમાં નિષ્પક્ષ અને સાચો ન્યાય કરાય તે માટે તેણે અદાલતના મદદગાર છે.

અને તેથી એ.પી.પી પાસે કાયદાની જોગવાઈઓનું સ્પષ્ટ જ્ઞાન એ ખુબ જ આવશ્યક ગુણ છે. જે ઉમેદવારમાં છે કે નહી તે પસંદગીકારો ચકાસશે. તે માટે તમામ મુખ્ય ફોજદારી કાયદાઓઓ જેવા કે, ક્રિ.પ્રો.કોડ, એવીડનસ એક્ટ અને આઈ.પી.સી ની મહત્વની જોગવાઈઓ જે એ.પી.પી. ની રોજબરોજની કામગીરી સાથે સંકળાયેલી હોય તે તમામ ની સ્પષ્ટ અને મુદ્દાસર સમજ ઉમેદવાર પાસે હોવી જોઈએ. આ કાયદાની આવશ્યક જોગવાઈઓ ટાંકીને તાર્કિક તેમજ આત્મવિશ્વાસપુર્વક સામેની વ્યક્તિને ખૂબ જ ઓછા શબ્દોમાં સમજાવી શકાય તેવી સ્પષ્ટતાથી આ મુદ્દાઓ ઉમેદવારે સમજેલા હોવા જોઈએ. જેથી દરેક પ્રશ્નના જવાબમાં તમે સ્પષ્ટ અને તાર્કિક ઉત્તરો આપી શકો.

Truthfulness સત્યતા

ઈન્ટરવ્યુમાં સૌથી મોટો અને મહત્વનો કોઈ ગુણ તમારામાં હોવો જોઈએ તો તે છે સત્યતા.. તમારા શબ્દોમાં તમારી વાતો માં, અને તમારી અભિવ્યક્તિમાં સચ્ચાઈ છલકતી ન હોય તો તમારામાં બીજા બધા ગુણો હશે તો પણ ઈન્ટરવ્યુમાં ઉત્તિર્ણ થવાની તમારી શક્યતાઓ નહિવત્ થઈ જશે. જે જવાબ ન આવડે તો જરાય ચિંતા કર્યા વગર કે, હતાશા અનુભવ્યા વગર તે જવાબ નથી આવડતો એવી કબુલાત કરો. અને સાચો જબાબ જાણી લેવાની તત્પરતા દર્શાવો અને એ જવાબ ન આવડતો હોય તેનું દુ:ખ તમારા ચહેરા પર પ્રગટ થવા દો.. જવાબ ન આવડે તો કોઈ ફરક પડતો નથી એવી ઉદ્ધતાઈ નહી પરંતુ આટલી સીધી અને સરળ વાત નથી આવડતી તેનું દુ:ખ પ્રગટ કરો. તથા જબાવ ન આવડે ત્યારે તમારા એ અજ્ઞાનને જસ્ટિફાઈ કરવા કોઈ તર્ક કે ખુલાસા કરશો નહી. જવાબ ન આવડવાના કારણ આપવાની જરૂર નથી.

‘સત્ય’ એ વ્યક્તિત્વનું એવું ઘરેણું છે કે, જે તમને દરેક જગ્યાએ સ્વીકાર્ય બનાવી દે છે. તમારો વિરોધ કોઈ કરી નહી શકે. તેથી ઈન્ટરવ્યુ વખતે શક્ય હોય તો જરાય અસત્યનો કે જુઠનો આશ્રય ન લો.

Positive attitude હકારાત્મક અભિગમ

ઈન્ટરવ્યુ માં તમારા જવાબોમાં હકારાત્મક અભિગમને પ્રગટ થવા દો. ધારો કે, તમને તમારા બાળપણ વિશે, તમારા શિક્ષણ કે કારકિર્દી વિશે પુછવામાં આવે ત્યારે તમારા જવાબમાં નકારાત્મકતા ન હોવી જોઈએ. કે, મારી આવી સ્થિતિ હોવાને કારણે કે મને અન્યાય થયો કે, મારા નસીબમાં આમ હતુ… વિગેરે વિગેરે. પરંતુ તમારા વ્યક્તિત્વની એવી વાતો કરતી વખતે પણ વર્ણન એવી રીતે કરો કે, જે તમે આશાવાદી છો.. તમે હકારાત્મક છો.. તમે આત્મવિશ્વાસુ છો એવું પસંદગીકારોને લાગે કે તમે વિકટ પરિસ્થિતિનો સામનો કરવા તત્પર છો.

ઈન્ટરવ્યુમાં શું પુછાશે..?

તમારા પંદર થી ત્રીસ મિનિટના ઈન્ટરવ્યુમાં નીચેની બાબતોને લગતા પ્રશ્નો પુછાવાની શક્યતા છે. જે ધ્યાનમાં રાખીને ઈન્ટરવ્યુની તૈયારી કરશો તો તે મારી દ્રષ્ટિએ વધુ સુગમ થઈ પડશે.

Knowledge Of Post Assistant Public Prosecutor

આપણે ઉપર ચર્ચા કરી તે મુજબ આ જગ્યાની જરૂરીયાત શું છે. આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીકયુટર દ્વારા કરવામાં આવતા કાર્યો, દુનિયાના અન્ય લોકશાહી રાષ્ટ્રોની ન્યાયપ્રણાલીમાં પ્રોસીક્યુસન વિભાગનું કાર્ય અને પદ્ધતિ તથા ભારતના જુદા જુદા રાજ્યોમાં પ્રોસીક્યુસન કેવી રીતે થાય છે તે સહિત ગુજરાત રાજ્યની સ્થિતિ વિગેરે પાસાનો વિચાર કરી લેવો જોઈએ. અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર દ્વારા કઈ કઈ ફરજો હાલમાં બજાવવામાં આવે છે તે ઉપરાંત ખરેખર આદર્શ પ્રોસિકયુસન કેવું હોવું જોઈએ તે સમગ્ર મુદ્દાઓ તમારા ધ્યાનમાં હોવા જોઈએ.

Knowledge Of Institution GPSC/ LEGAL DEPARTMENT

ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ એ ગુજરાત રાજ્યની સનદી સેવાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવાનું કાર્ય કરતી બંધારણીય દરજ્જો ધરાવતી સંસ્થા છે. ભારતન સંવિધાનના ભાગ ૧૪ માં આર્ટિકલ ૩૦૮ થી ૩૨૩ માં તે અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. તે મુજબ કેન્દ્ર તથા રાજ્ય સરકાર તેની વહિવટી તથા અન્ય સંવર્ગની વર્ગ–૧ તથા વર્ગ –૨ ના અધિકારીઓની નિમણુક  સર્વિસ કમીસન મારફતે કરે છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમીસનની સ્થાપના ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ ૧૯૬૦ માં થઈ છે. કાયદા વિભાગ દ્વારા રાજ્યની જયુડિસીયલ મેજીસ્ટ્રેટ કોર્ટોમાં કલમ ૨૫ મુજબ આસિ.પ્રોસીક્યુટરની નિમણુક કરવાની થતી હોય રિક્રુટમેન્ટ રૂલ્સ બનાવેલા છે. જે મુજબ જી.પી.એસ.સી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરી રાજ્યને ભલામણ કરે છે. અને તેની ભલામણ અનુસાર રાજયનો કાયદા વિભાગ જુદી જુદી કોર્ટોમાં નિમણુંક આપે છે.

જીપીએસસી નો લોગો કહે છે … चयनं सत्वशीलानाम्.. સત્વશીલની પસંદગી કરવી.. (સાત્વિક અને ચારિત્ર્યવાન)

ગુજરાત સરકારનો કાયદા વિભાગ .. રાજ્યની  ન્યાય વ્યવસ્થા આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. હાઈકોર્ટ થી જયુ.કોર્ટ સહિતની તમામ અદાલતોનું બજેટ આ વિભાગમાંથી ફાળવવામાં આવે છે. તથા રાજ્યમાં પ્રોસીક્યુસનની કામગીરી પણ આ વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ વિભાગના સેક્રેટરી તથા અન્ય સંબંધિત અધિકારીઓની નિમણુંક હાઈકોર્ટના તાબામાં કામ કરતા જુદા જુદા દરજજાના ન્યાયાધીસોને ડેપ્યુટેસન પર રાખવામાં આવે છે.

કાયદા વિભાગનો લોગો છે … सत्यं नास्ति परो धर्म.. (સત્યથી  શ્રેષ્ઠ કોઈ ધર્મ(કર્તવ્ય) નથી)

Self Assessment

શરૂઆત માં જ મોટા ભાગે ઉમેદવારને તેની પોતાની માહિતિ આપવાનું કહેવામાં આવે છે.  આ માહિતિ મેળવવાનો પસંદગીકારોનો હેતું ઉમેદવારને કેવા પ્રશ્નો પુછવા તેનું વ્યક્તિત્વ, અભિવ્યક્તિ, રજુઆતની શક્તિ, સત્યતા, નિર્દંભ, તાર્કિકતા અને માનવીય ગુણો ચકાસવાનો હોય છે.

આ લગભગ ફરજીયાત પ્રશ્ન છે. આ પ્રશ્રનો જવાબ પહેલે થી તૈયાર કરી શકાય. જેમાં ઉમેદવારના જીવનનાં જીચે મુજબના પાસાઓ અંગે પુરતી અને વ્યવસ્થિત માહિતિ ઉમેદવારે તૈયાર કરી લેવી જોઈએ.

Family Background પરિવાર.. માતાપિતા, ભાઈ બહેન શું કરે છે. પત્ની શું કરે છે. વિગેરે પ્રશ્નો

Educational Back Ground.. કેટલું શિક્ષણ કેવું શિક્ષણ કઈ સંસ્થા સંસ્થાની માહિતિ.. ગ્રેજયુએસનમાં લીધેલો વિષય અને તેને અનુસંગિક પ્રશ્નો તૈયાર કરી રાખવા

Geogrofical Back Ground .. જ્યાં થી આવતા હોય, જ્યા ભણ્યા હોય, હાલ જયાં વ્યવસાય કરતા હોય તે વિસ્તારની ભૌગોલિક માહિતિ, રાજકીય સ્થિતિ, ઐતિહાસિક બાબતો, જોવાજેવા સ્થળો, મહત્વના હોદ્દા પર હોય તથા પ્રસિદ્ધ પામેલ રાજપુરુષ, સંતો વિગેરે..  દા.ત જુનાગઢ થી આવતા હો તો.. ગીરનાર વિશે, નરસિંહ મહેતા વિશે અને આરઝી હકુમત વિશે પ્રશ્ન પુછી શકાય.

Personal Background.. Likes, Dislikes, Hobby, Ideal, Activity.. etc વ્યક્તિગત રૂચી રસના  વિષયો હોય તે અંગો પ્રશ્ન પુછી તે વિષયની તમે કેટલી માહિતિ ધરાવો છો ખરેખર એ તમારા રસ નો વિષય છે કે માત્ર દેખાવ પુરતુ તમે બોલો છો તે જાણવા પ્રશ્નો પુછી શકે. જેના જવાબોમાં તમારી રસ રૂચીના વિષયો બાબતે કેટલું જાણો છો તે ચકાસી, ખરેખર તમારામાં આવડત કે, નવી બાબતો શીખવાની ધગસ ચકાસવાની હોય છે. તેથી રસરુચીના વિષય જે જણાવો તેમાં તમારી પાસે ઝીણામાં ઝીણી બાબતની સચોટ માહિતિ હોવી જોઈએ.

Legal Back Ground.. Practice side, Law Jeornals, Recent Devlopment of law issues, Your Best experience as Lawyer કાયદાની પાશ્વાતભૂમિ જણાવતી વખતે જે ક્ષેત્રમાં પ્રેક્ટીસ કરતા હોય તે બાબતના પ્રશ્નો, તમે કઈ લો જર્નલ વાંચો છો..? હાલમાં મહત્વના કાયદાકીય ચર્ચાસ્પદ વિષય તથા વકિલાતના વ્યવસાયમાં તમને થયેલો શ્રેષ્ટ અનુભવ ટુંકમાં જણાવવાનું કહેવામાં આવી શકે છે જવાબ આપતી વખતે તમે ચાલાવેલા કેસની બાબત અને આ અનુભવ તમારા તમારા માટે યાદગાર શાં માટે છે તે બાબતને તર્કસંગત ને ભાવનાત્મકતા પ્રગટ થાય એવા કારણ સાથે જોડી દર્શાવવાની છે.

Social Back ground.. તમે જે સામાજીક પશ્ચાદભૂમિમાંથી આવતા હો તે બાબતના પ્રશ્ન પુછવામાં આવી શકે. દા.ત બ્રાહ્મણમાં કયા ગુણો હોવા જોઈએ.? ક્ષત્રિયોના ગુણ કયા, નબળાઈ કઈ, પટેલને અનામત જરૂરી છે કે નહી.? ઓબીસી, એસ.સી એસ.ટી  અનામત રહેવી જોઈએ કે કેમ.? તમે ગમાડામાંથી આવતા હો તો, ગ્રામિણ જીવનની વિશેષતા અને મર્યાદાઓ, શહેરી જીવનની સગવડ પ્રદુષણ. પરિવારનો જે વ્યવસાય હોય તેના સારા નરસા પાસા વિગેરે પ્રશ્નો આવી શકે છે.

Current Affairs.. હાલમાં રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રિય સ્તરે બનેલી સાંપ્રત ઘટના તેનું તમારી દ્રષ્ટિએ મુલ્યાંકન અને તમારા મતના સમર્થનને સુસંગત તર્ક તમારી પાસે હોવા જોઈએ. તે માટે ઈન્ટરવ્યુ પહેલાના એક મહિના દરમ્યાન બનેલી ઘટનાઓ તમારે જાણી લેવી જોઈએ.

Advocacy ને લગતા પ્રશ્નો

Best Handled Case

લગભગ આપને ઈન્ટરવ્યુમાં એક સવાલ એવો પુછવામાં આવે છે કે, ‘તમારી કારકિર્દીમાં તમોએ ખૂબ જ સારી રીતે ચલાવેલા એક કેસ વિશે જણાવો.?’ ત્યારે જે કાયદાના મુદ્દાઓ Legal Aspects of that Case, એ કેસ સાથે સંકળાયેલા હોય જે કેસ લો ની ચર્ચા થયેલી હોય અને જે ખૂબ જ મહત્વની તેમાં જે બાબત હોય તેને ઉપરાંત તે કાયદાના મુદ્દાની Latest position of Law ને ઉંડાણપુર્વક સમજી લઈને તેવા તમે ચલાવેલા એક કેસની વિગતે ત્રણ થી ચાર મિનિટમાં તમે જણાવી શકે તેવી તૈયારી કરી લેવી જોઈએ. આ રજુઆતમાં કયાંય અભિમાનનો કે કેસ ચલાવતી વખતે સામા પક્ષકારને કે અદાલતની ભૂલ શોધી કાઢી હોય અને તેમને હરાવી દીધા હોય તેવો ભાવ નહી પરંતુ સત્ય અને ન્યાયીક કાર્ય કર્યાનો સંતોષ પ્રગટ થતો હોય તેવો ભાવ હોવો જોઈએ.

Important Topics

નીચેની અદાલતોમાં ચાલતા કેસોની કાર્યવાહીમાં ભરણપોષણના કેસો, ડોમેસ્ટિક વાયોલન્સના કેસો, એફ.આઈ.આર, ધરપકડ, ડિટેન્સન, જામીન, સમન્સ, વોરન્ટ, તહોમતનામુ, સમન્સ વોરન્ટ સેસન્સ અને સમરી ટ્રાયલ, કોગ્નીઝન્સ, રીકોલ, ડિસ્ચાર્જ, આઈ.પી.સી ના અર્થઘટન, અપવાદો ૭૬ થી ૧૦૬, માનવશરીરને ગલતા ગુનાઓમાં ૩૨૩,૩૨૪, ૩૨૫,૩૨૬ ના ગુનાઓ, મિલકતને લગતા ગુનાઓમાં ચોરી, જબરાઈથી કઢાવવું લુંટ મિલકતને નુકસાન વિગેરે તથા દર્તાવેજોને લગતા ગુનાઓમાં છેતરપીંડી બોગસ દસ્તાવેજ વિગેરેની જોગવાઈઓ ને લગતા પ્રશ્નો, પુરાવાના કાયદામાં રીલેવન્ટ, અનુમાન, ડાઇંગ ડેક્લેરેસન,ઓળખપરેડ, રીકવરી ડિસ્કવરી દસ્તાવેજી પુરાવો, ઈલેક્ટ્રોનિક રેકર્ડસ, જજની સત્તા, લિડિંગ ક્વેસ્ચન, પોતાના સાક્ષીને ઉલટતપાસમાં પુછી શકાય તેવા પ્રશ્ન પુછવાની સત્તા અંગેની જોગવાઈઓ, કોન્ટ્રાડિક્સન ઓમીસન એસ્ટોપલ વિગેરે મહત્વના વિષયો અંગે પ્રશ્નો પુછાય શકે છે. આ વિષયોને લકતી કલમો અને તેની મહત્વની બાબતો તેના અસ્તિત્વ અંગે ના આવશ્યક શરતો આ વિષયો પરત્વેના લેન્ડમાર્ક જજમેન્ટ તથા લેટેસ્ટ જજમેન્ટ વિગેરે જાણી લેવા જોઈએ.

Legal Maxims and Legal Terms

ઈન્ટરવ્યુમાં ઉમેદવારોને કાયદાની બાબતમાં અઘરા લેટીન શબ્દોના અર્થ તથા લેટિન લીગલ મેગ્ઝીમ એટલે કે, ન્યાયને લગતા મેક્ઝીમ ના અર્થ પુછવામાં આવે છે. લીગલ મેગ્ઝીમસ એ યુરોપના દેશોમાં સમન્યાયની અદાલતોમાં પરંપરાથી તારવવામાં આવેલા ન્યાયિક સિદ્ધાંતો છે. એના આધારે પહેલાના સમયમાં યુરોપમાં ન્યાય કરવામાં આવતો હતો. આ પૌરાણિક ન્યાયના સિદ્ધાંતો હોવાને કારણે તેની ભાષા લેટિન છે. અને તેથી તે યાદ રાખવા અઘરા છે.

આ સિદ્ધાંતો બાબતે એક સત્ય આપ સૌને જણાવવું અત્રે જરૂરી છે કે, આ સિદ્ધાંત તેના મૂળ સ્વરૂપે આપણી હાલની ન્યાયપ્રણાલીમાં કાયદા જેવું બળ કે મહત્વ ધરાવતા નથી અને ન્યાયની અદાલતે એ સિદ્ધાંતને માનવો જ જોઈએ એવું નથી. પરંતુ આ સિદ્ધાંતોના આધારે આપણા કાયદાઓમાં કેટલીક જોગવાઈઓ બનાવવામાં આવેલી છે. અને તેનું કારણ એ છે કે, આપણા મોટા ભાગના પ્રોસીજરલ કે સબ્જેક્ટીવ લૉ બ્રિટનની સંસદમાં ઘડાયેલા છે તેથી લેટિન મેક્ષીમ્સનો પ્રભાવ આપણા કાયદાના સિદ્ધાંતોમાં છે. અને તેથી મેક્ઝીમની જાણકારી કાયદાવિદો માટે મહત્વની બની જાય છે. ખૂબ જ પ્રચલિત અને વારંવાર વપરાતા લીગલ મેક્ઝીમ તથા તેનો અર્થ જાણવાથી ઈન્ટરવ્યુમાં ઉમેદવાર તેના કાયદાના જ્ઞાન અંગે સારી છાપ પસંદગીકારો ઉપર પાડી શકે.

Constititional Outline

ઈન્ટરવ્યુમાં પુછાતા પ્રશ્નોમાં બંધારણીય જોગવાઈઓ વિશે તથા ભારતના બંધારણની વિશેષતાઓ જેવી કે, આમુખ, મુળભૂત અધિકારો, રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતો, વિવિધ રીટો, સર્વોચ્ચ અદાલત તથા હાઈકોર્ટની સત્તાઓ, બંધારણીય સુધારાઓ અને અત્યાર સુધીના લેન્ડમાર્ક જજમેન્ટસ ની જાણકારી ઈન્ટરવ્યુ આપતા પહેલા મેળવી લેવી ખૂબ જ જરૂરી છે.

ફોજદારી કાર્યરીતી સંહિતા ૧૯૭૩

એ)     કયા કયા સંજોગોમાં પત્ની તેના પતિ પાસે ભરણપોષણ મેળવવા હક્કદાર બને છે.?

 • જયારે તે પોતે પોતાનું ભરણપોષણ કરવા અસમર્થ હોય અને તેનો પતિ તેનું ભરણપોષણ કરવામાં બેદરકારી રાખે કે નકારે
 • કલમ ૧૨૫(૧) જણાવે છે કે, કોઈ પણ વ્યક્તિ કે જે પુરતા સાધનો ધરાવતો હોય છતા નીચેની વ્યક્તિનું ભરણપોષણ કરવાનું નકારે અથવા બેદરકારી દાખવે,
  • પોતાની જાતે ભરણપોષણકરવા અસમર્થ તેની પત્ની
  • તેના ઔરસ કે અનૌરસ સગીર સંતાનો પછી ભલે તે પરણેલા હોય કે અપરણિત હોય અને પોતાની જાતે ભરણપોષણ કરવા અસમર્થ હોય.
  • ઔરસ કે અનૌરસ(પરણિત પુત્રી સિવાય) કે જે પુખ્ત હોય પરંતુ શારિરિક કર માનસિક અસમર્થતાને કારણે પોતાની જાતે ભરણપોષણ કરવા અસમર્થ હોય
  • પોતાની જાતે ભરણપોષણ કરવા અસમર્થ માતા કે પિતા

(ભરણપોષણની જોગવાઈઓ સંબંધે શાહબાનો નો કેસ થતા ત્યાર બાદ મુસ્લીમ સ્ત્રીઓ માટે ઘડવામાં આવેલા કાયદાની સ્થિતિથી જાણી લેવી. )

બી)     ઈન્કવાઇરી અને ઈન્વેસ્ટિગેસન વચ્ચેનો તફાવત સમજાવો.?

કલમ ૨(જી) : ઈન્કવાઈરીમાં ટ્રાયલ સિવાય મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવતી તમામ ઈન્કવાઈરીનો સમાવેશ થાય છે.

કલમ ૨(એચ) : ઈન્વેસ્ટિગેસન કોડ હેઠળ કરવામાં આવેલ પુરાવો એકત્રિત કરવામાં માટે કરવામાં આવતા તમામ પ્રોસીડિંગ્સ કે જે પોલીસ ઓફિસર કે મેજીસ્ટ્રેટ નિમણુક કરે તેવી બીજી કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હોય

કોર્ટ કરે તે ટ્રાયલ સિવાયની તમામ કાર્યવાહીને ‘ઈન્કવાયરી’ કહેવાય જ્યારે પોલીસની તમામ તપાસને ઈન્વેસ્ટીગેસન કહેવાય.

સી)     ઈન્કવાયરી તથા ટ્રાયલ

કલમ ૨(જી)

બન્ને જયુડીસીયલ પ્રોસીડિંગ્સ કહેવાય છે. ઈન્કવાયરીમાં કદાપિ સજા કે નિર્દોષ છૂટકારો થતો નથી ઈન્કવાયરીનો અંત હંમેશા ડિસ્ચાર્જ, કમીટલ કે ગુનાનું સંજ્ઞાન લેવામાં આવતો હોય છે. જ્યારે ટ્રાયલનો અંત હંમેશા આરોપીના નિર્દોષ કે દોષમુક્તિ કે દોષિત ઠરાવીને લાવવામાં આવતો હોય છે.

ડી)     ‘કમ્પલેઈન્ટ કેસ’ અને ‘પોલીસ રીપોર્ટ’ શું છે.?

સામાન્ય રીતે ગુજરાતીમાં ‘ફરિયાદ’ શબ્દથી આપણે એવી ગેરસમજ કરી બેસીયે છીએ કે, પોલીસ રૂબરૂ ફરિયાદ આપેલ હોય તે ફરિયાદ કેસ કહેવાય. પરંતુ ખરી હકિકતે ફોજદારી કાર્યવાહીમાં ગુનાને લગતી બાબતને ફરિયાદ કેસ તથા પોલીસ કેસ તરીકે વર્ગિકૃત કરવામાં આવેલી છે. જેમાં મેજીસ્ટ્રેટ સમક્ષ જે ફરિયાદ આપવામાં આવે તે કમ્પલેઈન્ટ કેસ કહેવાય છે જ્યારે કલમ ૧૭૩ મુજબ પોલીસ રીપોર્ટના આધારે શરૂ કરાયેલી કાર્યવાહીને પોલીસ રીપોર્ટ ઉપરનો કેસ કહેવાય છે.

કલમ ૨(ડી) મા આપવામાં આવેલ વ્યાખ્યા જોઈએ તો,  ‘complaint’ means – any allegation made orally or in writing to a Magistrate, with a view to his taking action under this code, that some person, whether known or unknown, has committed an offence,  but not include a police report. Sec. 2(d)

જ્યારે પોલીસ રીપોર્ટ એટલે Police Report means- A report forworded by magistrate u/s 173(2).. Sec.2(r) જેને આપણી સામાન્ય સમજ મુજબ ચાર્જસીટ કે ચલણ પણ કહેવામાં આવે છે.

ઇ)      અદાલત ગુનાનું સંજ્ઞાન કેવી રીતે લે છે..?

મેજીસ્ટ્રેટ સમક્ષ કલમ ૧૯૦ મુજબ ત્રણ જુદા જુદા સંજોગો ઉપસ્થિત થાય ત્યારે તે ગુનાનું સંજ્ઞાન લે છે.

 • a) Up on receiving complaint which constitute offence
 • b) up on police report
 • c) up on information received from any person other than police officer, or up on his own knowledge

તેની સમક્ષ ફરિયાદ લેખિત કે મૌખિક કરવામાં આવે, પોલીસ રીપોર્ટ(ચાર્જસીટ) કરવામાં આવે અથવા તો તે પોતે પોલીસ સિવાયની કોઈ વ્યક્તિ મારફતે ગુનો બન્યા હોવાની માહિતિ મેળવે કે તેની પોતાની જાણમાં કોઈ ગુનો બન્યાનું આવે તો તે વખતે મેજીસ્ટ્રેટ કલમ ૧૯૦ મુજબ ગુનાનું સંજ્ઞાન લઈ શકે છે.

એફ)   કોર્ટ ૧૫૬(૩) મુજબના આદેશ ક્યારે કરી શકે..?

કલમ ૧૯૦(એ) મુજબની ફરિયાદ આવે ત્યારે મેજીસ્ટ્રેટ દ્વારા  નીચેના સંજોગો હોય ત્યારે પોતે ગુનાનું સંજ્ઞાન લીધા વિના આ ફરિયાદ સંદર્ભે કલમ ૧૫૬(૩) થી મેજીસ્ટ્રેટને પ્રાપ્ત થયેલી સત્તા વાપરી સંબંધિત પોલીસ સ્ટેસન અધિકારીને આ ફરિયાદ નોંધી લઈ તપાસ કરવાનો આદેશ કરી શકે છે. પરંતુ આ અંગે નીચેની આવશ્યક શરતો પુર્ણ થતી હોવી જોઈએ.

 • Offence must be cognizable કોગ્નીઝેબલ ગુનો હોય ત્યારે જ
 • Requirement of police investigation પોલીસ ઈન્વેસ્ટિગેસનની જરૂરીયાત જણાય ત્યારે જ
 • When police authority is blamed not desirable જ્યારે પોલીસ અથોરીટી ઉપર કોઈ આક્ષેપ ન કરવામાં આવ્યા હોય

સાકીરી વાસુ વિ. સ્ટેટ ઓફ યુ.પી. AIR(SC)-2008-0-907 ના ચુકાદામાં સર્વોચ્ચ અદાલત દ્વારા મેજીસ્ટ્રેટને ૧૫૬(૩) ની સત્તા વાપરી યોગ્ય સંજોગોમાં એફ.આઈ.આર નોંધી તપાસ કરવાનો આદેશ કરવાની સત્તા હોવાનું ઠરાવેલ છે. અને પોલીસ દ્વારા એફ.આઈ.આર ન નોંધવામાં આવે ત્યારે કલમ ૩૬ મુજબ ઉચ્ચ પોલીસ અધિકારી અને ૧૫૪(૩) મુજબ ફરિયાદ કરવાની તથા તેમ છતા પણ એફ.આઈ.આર નોંધવામાં ન આવે તો ૧૫૬(૩) મુજબ તે કરાવવા મેજીસ્ટ્રેટને સત્તા હોવાનું ઠરાવવામાં આવેલું છે.

‘‘As we have already observed above, the Magistrate has very wide powers to direct registration of an FIR and to ensure a proper investigation, and for this purpose he can monitor the investigation to ensure that the investigation is done properly (though he cannot investigate himself ). The high Court should discourage the practice of filing a writ petition or petition under Section 482 Cr. P. C. simply because a person has a grievance that his fir has not been registered by the police, or after being registered, proper investigation has not been done by the police. For this grievance, the remedy lies under Sections 36 and 154 (3) before the concerned police officers, and if that is of no avail, under Section 156 (3) Cr. P. C. before the magistrate or by filing a criminal complaint under Section 200 Cr. P. C. and not by filing a writ petition or a petition under Section 482 Cr. P. C.’’

આ ઉપરાંત તાજેતરમાં આવેલા અન્ય એક લલીતાકુમારી વિરુદ્ધ સ્ટેટ ઓફ યુ.પી. ના કેસમાં ના. સર્વોચ્ચ અદાલતે કોગ્નીઝેબલ ગુનાની ખબર આપવામાં આવે તો તે ફરજીયાત નોંધવાની અને તપાસ કરવા પોલીસ એજન્સીને માર્ગદર્શન આપેલ છે. જેમાં માત્ર અપવાદરૂપે લાંબા સમયના વિલંબ બાદ આપવામાં આવતી ખબર, મેડિકલ નેગ્લીજન્સીની ફરિયાદ, કરપ્સનની ફરિયાદ અંગે કોગ્નીઝેબલ ગુનો છે કે કેમ માત્ર તેટલી જ તપાસ માટે ઈન્કવાયરી કરવાનો આદેશ આપેલ છે.

જી)     એફ.આઈ.આર

એફ.આઈ.આર એટલે ‘ફસ્ટ ઈન્ફર્મેસન રીપોર્ટ’ જે કોડની કલમ ૧૫૪માં દર્શાવવામાં આવેલ છે. જ્યારે પણ કોઈ કોગ્નીઝેબલ ગુનો બને ત્યારે પોલીસ ઈન્વેસ્ટીગેસન ની શરૂઆત કરી શકે તેટલી પુરતી માહિતિ પોલીસ સ્ટેસનના ઈન્ચાર્જ ઓફિસરને પ્રાપ્ત થાય ત્યારે તેવી માહિતિ ને લેખિતમાં તેણે નોંધી લેવી જોઈએ. અને જેના ઉપર માહિતિ આપનારની સહી લેવી જોઈએ અને તેની એક નકલ વિનામુલ્યે માહિતિ આપનારને આપવી જોઈએ. આ માહિતિને આધારે મેજીસ્ટ્રેટની પુર્વમંજુરી સિવાય પોલીસ ગુનાની તપાસ શરૂ કરી શકે છે.

માહિતિ આપનાર માટે આ માહિતિને આધારે ક્રિમીનલ લૉ કાર્યાન્વિત થાય છે; જ્યારે તપાસ એજન્સીઓ આ માહિતિના આધારે ગુનાના મૂળ સુધી પહોચવા અને તેમા આપેલી માહિતિનું પૃથ્થકરણ કરી યોગ્ય દિસામાં ગુનાની તપાસ કરે છે.

FIR is very valuable piece of evidence. But it is well settled that FIR is not substantive piece of evidence. It is also Noteworthy that FIR is not an encyclopedia of prosecution version. Therefore, non-mention of details in FIR by itself is no ground of rejecting the prosecution case.

એચ)   એફ.આઈ.આર નોંધવામાં મોડુ થયું હોય ત્યારે તેનું પુરાવાકીય મૂલ્ય.

બનાવ બન્યા પછી તેની નોંધ તરત જ થઈ ગઈ હોય ત્યારે તે માહિતિમાં કોઈ વધારાની કે ખોટી હકિકત કે ઉમેરાવાની શક્યતા ઓછી થઈ જાય છે . prompt lodging of the FIR rules out the possibility of false implication, concoction and fabrication, whereas from dely in lodging FIR provides opportunity to the complainant party introduce twisted version and implicate innocent persons.

FIR ને મહત્વનો પુરાવો માનવામાં આવતો નથી.

મહત્વના ચૂકાદા

સ્ટેટ ઓફ પંજાબ વિ. રામદેવસિંગ

Delay in lodging the FIR cannot be used as a ritualistic formula for doubting the prosecution case and discarding the same solely on the ground of delay in lodging the first information report. Delay has the effect of putting the Court in its guard to search if any explanation has been offered for the delay, and if offered, whether it is satisfactory or not. If the prosecution fails to satisfactorily explain the delay and there is possibility of embellishment in prosecution version on account of such delay, the same would be fatal to the prosecution. However, if the delay is explained to the satisfaction of the Court, same cannot by itself be a ground for disbelieving and discarding the entire prosecution version, as done by the High Court in the present case. (Para-4)

રામદાસ વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર

આઈ)   તપાસ દરમ્યાન નોંધવામાં આવતા નિવેદનો Statement u/s 161, 164

કોડની કલમ ૧૬૦ મુજબ કોઈ ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારી ગુનાની તપાસ માટે જરૂરી જણાય તો ૧૫ થી ૬૫ વર્ષની ઉંમરની સ્ત્રી તથા શારિરિક રીતે અશક્ત ન હોય તેવી વ્યક્તિને પોતાની સમક્ષ હાજર રહી કેસની હકિકતો ને સંજોગો અંગે માહિતિ આપવા લેખિત હુકમ કરી હાજર રહેવા ફરમાવી શકે છે.

(૧૫ વર્ષ થી ઓછીકે ૬૫ થી વધુ ઉંમરની વ્યક્તિ તથા શારિરિક ખોડવાળી વ્યક્તિ અપવાદ છે. તેમની પુછપરછ કરવા પોલીસ અધિકારી તે જ્યા રહેતા હોય ત્યાં જવું પડે.)

પોલીસ દ્વારા ગુનાની માહિતિ અંગે જાણતા સાહેદો જે માહિતિ કે સંજોગો ની હકિકતો જણવે તેને પોલિસ અધિકારી નોંધી લે છે.

આવી વ્યક્તિ પોલીસ ને સત્ય અને જે જાણતા હોય તે કહેવા બંધાયેલ છે. પરંતુ તેવી હકિકતો કહેવા બંધાયેલી નથી જે હકિકત જણાવવાથી તે પોતે કોઈ ગુનામાં સંડોવાઈ શકે કે,દંડ અથવા જપ્તીને પાત્ર થઈ જાય.

આ નિવેદનને કલમ ૧૬૧ મુજબના નિવેદન કહેવાય છે. આ નિવેદનો કોઈ પુરાવો નથી પરંતુ તેનો ઉપયોગ ટ્રાયલ દરમ્યાન કલમ ૧૬૨માં દર્શાવ્યા મુજબ બચાવ પક્ષ દ્વારા આ નિવેદનમાંની કોઈ મજકુર સાબિત થાય ત્યારે તે નિવેદનથી તેને કોન્ટ્રાડિક્ટ કરવા માટે તથા અદાલતની પરવાનગીથી પુરાવાના કાયદાની કલમ ૧૪૫ મુજબ પુર્વનિવેદન ની જેમ કરી શકે છે.

પોલીસ રૂબરૂનું નિવેદન એ પુરાવો નથી તેનો હેતુ માત્ર બચાવ પક્ષને જે તે સાહેદની સત્યતા અને વિશ્વસનીયતા ચકાસવા માટેની તક પુરી પાડવાનો છે. તેનો ઉપયોગ કલમ ૧૬૨માં દર્શાવેલી રીતે જ થઈ શકે છે.

પરંતુ કલમ ૩૨ના સંજોગોમાં તથા કલમ ૨૭ના સંજોગો હોય ત્યારે કલમ ૧૬૨ નો બાધ લાગા પડતો નથી.

નંદીની સત્પથેય વિ. પી.એલ.દાણી એ.આઈ.આર ૧૯૭૮ (એસ.સી) ૧૦૨૫ માં જસ્ટિસ ક્રિષ્ના ઐયર સહિત ત્રણ જજની લાર્જર બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે કે,

‘We hold that Section 161 enables the police to examine the accused during investigation. The prohibitive sweep of Art. 20 (3) goes back to the stage of police interrogation – not, as contended, commencing in court only. In our judgment the provisions of Art. 20 (3) and Section 161 (1) substantially cover the same area, so far as police investigations are concerned. The ban on self-accusation and the right to trial is under way, goes beyond that case and protects the accused in regard to other offences pending or imminent, which may deter him from voluntary disclosure of criminatory matter. We are disposed to read ‘compelled testimony’ as evidence procured not merely by physical threats or violence but by psychic torture, atmospheric pressure, environmental coercion, tiring interrogative polixity, overbearing and intimidatory methods and the like – not legal penalty for violation. So, the legal perils following upon refusal to answer, or answer truthfully. cannot be regarded as compulsion within the meaning of Art. 20 (3). The prospect of prosecution may lead to legal tension in the exercise of a constitutional right, but then, a stance of silence is running a calculated risk. On the other hand, if there is any mode of pressure, subtle or crude, mental or physical, direct or indirect, but sufficiently substantial, applied by the policeman for obtaining information from an accused strongly suggestive of guilt, it becomes ‘compelled testimony’, violative of Art. 20 (3).

A police officer is clearly a person in authority. Insistence on answering is a form of pressure especially in the atmosphere of the police station unless certain safeguards erasing duress are adhered to. Frequent threats of prosecution if there is failure to answer may take on the complexion of undue pressure violating Art. 20 (3). Legal penalty may by itself not amount to duress but the manner of mentioning it to the victim of interrogation may introduce an element of tension and tone of command perilously hovering near compulsion.’ (પેરા ૨૪)

જે)     કોગ્નીઝન્સ ઓફ ઓફેન્સ મેજીસ્ટ્રેટ સમક્ષ ની ફરિયાદ આવે ત્યારે શું કાર્યવાહી થાય..?

કલમ ૧૯૦, ૧૫૬(૩), ૨૦૦,૨૦૧,૨૦૨,૨૦૩,૨૦૪ તથા ૨૧૦

કે)      કોગ્નીઝન્સ અટલે શું..?

 • કોગ્નિઝન્સ શબ્દ મૂળ French શબ્દ ‘conoisance’ પર થી ઉતરી આવેલો છે.
 • ક્રિ.પ્રો.કોડ માં Taking cognizance ની કોઈ વ્યાખ્યા કરવામાં આવેલી નથી.
 • શબ્દકોષીય વ્યાખ્યા મુજબ ‘ગુનાની નોંધ લેવી’ કે સંજ્ઞાન લેવું કે વિચાર કરવો’ એવો અર્થ થઈ શકે.
 • R chari vs. State Of UP AIR 1951 SC 207 “ Taking cognizance does not involve any formal action or indeed action of any kind but accurs as soon as Magistrate as such applies his mind to the suspected comission of offence”

Offence : An act or Omission made punishable by any law for time being in force ક્રિ.પ્રો.કોડ ની 2(n) મુજબ ગુનો છે જે બે પ્રકારે વર્ગિકૃત કરી શકાય Cognizable  અને Non cognizable  કોગ્નીઝેબલ ગુનામાં પોલીસ અધિકારીને વિનાવોરન્ટે ધરપકડ કરવાની સત્તા તથા કોગ્નીઝેબલ કેસમાં વિના પરવાનગીએ તપાસ કરવાની સત્તા છે જ્યારે નોન–કોગ્નીઝેબલ ગુનામાં વિના વોરન્ટે ધરપકડ કરવાની સત્તા નથી તેમજ કલમ ૧૫૫ મુજબના કોર્ટના હુકમ વિના ગુનાની તપાસ કરી રિપોર્ટ કરવાની પણ સત્તા નથી.

એલ)   અદાલત ૧૯૦(એ) મુજબ ફરિયાદ લે અને ૧૫૬(૩) મુજબ તપાસમા; ન મોકલે અને કોગ્નીઝન્સ લેવાનું મુલતવી રાખે ત્યારે કઈ કાર્યવાહી કરશે..?

આ પ્રશ્નને ડાયાગ્રામની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ તો,

જ્યારે મેજીસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ આવે ત્યારે એ પોતે ઈન્કવાયરી કરી શકે અથવા તો પોલીસને ૨૦૨ મુજબ આ ફરિયાદમાં પ્રોસીડિંગ્સ કરવા પુરતા કારણો છે કે કેમ તે નક્કી કરવા ઈન્વેસ્ટિગેસન કરવા માટે આદેશ કરી શકે પરંતુ આવો આદેશ સેસન્સ ટ્રાયેબલ ગુનામાં કરી શકે નહી તથા ફરિયાદી અને તેના સાક્ષીને સોગંદ પર ૨૦૦ મુજબ તપાસ્યા વિના પણ આવો આદેશ કરી શકાય નહી.

એમ)   મેજીસ્ટ્રેટ વોરન્ટ ક્યારે અને કોને માટે કાઢી શકે..?

કોઈ પણ વ્યક્તિ,  પ્રોક્લેઈમ્ડ ઓફેન્ડર હોય અથવા તેની વિરુદ્ધ બિન જામીનપાત્ર ગુનાનો આરોપ હોય અને તે તેની ધરપકડ ટાળી રહ્યો હોય તેવી કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ પોતાના જ્યુરીસ્ડીક્સનમાં જયુડીસીયલ મેજીસ્ટ્રેટને યોગ્ય જણાય તો કલમ ૭૩ મુજબ તેની ધરપકડનું વોરન્ટ કાઢી શકે.

કલમ ૮૭ મુજબ મેજીસ્ટ્રેટને સંતોષ થાય તો, જે વ્યક્તિ વિરુદ્ધ સમન્સ કાઢેલ હોય તેના વિરુદ્ધ સમન્સ ને બદલે વોરન્ટ કાઢી શકાય છે.

એન)   કયારે અને કયા સંજોગોમાં અદાલત પોતે કરેલી સજા મુલતવી રાખીને સજાપામનાર ગુનેગારને જામીન આપી શકે.?

કલમ ૩૮૯(૩) મુજબ જ્યારે ગુનેગાર ટ્રાયલ દરમ્યાન જામીન ઉપર મુક્ત હોય અને તેને કરવમાં આવેલી સજા ૩વર્ષ કરતા વધુ ન હોય ત્યારે અથવા આરોપી જામીનપાત્ર ગુનામાં તકસીરવાર ઠર્યો હોય ત્યારે અદાલત જો તે સજાના હુકમ વિરુદ્ધ અપીલ કરવા ઈચ્છે તો તેને જામીન મુક્ત કરી શકે છે.

ઓ)    કસ્ટડી કેટલા પ્રકારની છે..?

કસ્ટડીને ચાર પ્રકારે વિભાજીત કરી શકાય.

 • કલમ ૫૭ મુજબ ધરપકડ થાય ત્યારે ૨૪ કલાક સુધીની કસ્ટડી
 • કલમ ૧૬૭ મુજબ ૬૦ અથવા ૯૦ દિવસની કસ્ટડી (જયુડીસીયલ અથવા પોલીસ કસ્ટડી)
  • જેમાં પ્રથમ પંદર દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં નીચેના સંજોગોમાં સોપી શકે છે
  • આરોપી વિરુદ્ધ પ્રથમદર્શનીય કેસ હોય
  • બિનજામીનપાત્ર ગુનો હોય
  • પી.એસ.આઈ થી નીચેના દરજજાના ન હોય તેવા પોલીસ અધિકારી
  • કેસ ડાયરી સહિત કોર્ટ સમક્ષ રજુ કર્યેથી
 • કલમ ૨૦૯ મુજબ કમીટ કર્યેથી કસ્ટડી (જયુડીસીયલ)
 • કલમ ૩૦૯ મુજબ ચાલુ ટ્રાયલ દરમ્યાન પંદર દિવસ થી વધુ નહી તેવી કસ્ટડી(જયુડીસીયલ)

પી)     ડિફોલ્ટ બેઈલ શું છે..?

જ્યારે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે કલમ ૫૭ મુજબ જે તે પોલીસ અધિકારી તે વ્યક્તિને મેજીસ્ટ્રેટ સમક્ષ લઈ જવાના સમયને બાદ કરતા ૨૪ કલાક સુધીના સમય સુધી ગુનાની તપાસ કરવા માટે કસ્ટડીમાં રાખી શકે છે. ત્યાર બાદ જે તે આરોપીને તેણે ફરિજીયાત મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવા જોઈએ. કલમ ૧૬૭ મુજબ દસ વર્ષ થી વધુ તથા આજીવન કેદ અને દેહાંત દંડની સજાને પાત્ર ગુનામાં ૯૦ દિવસ તથા દસ વર્ષ સુધીની સજાને પાત્ર ગુનામાં ૬૦ દિવસ સુધી જયુડીસીયલ કસ્ટડીમાં રાખી શકશે.

પરંતુ આવો સમય પુર્ણ થયેથી જે પોલીસ દ્વારા ચાર્જસીટ કરવામાં આવ્યું ન હોય તો, જે તે મેજીસ્ટ્રેટ દ્વારા જો આવી વ્યક્તિ જામીનમુક્ત થવા ઈચ્છતી હોય તો તેને યોગ્ય રકમના વ્યાજબી જામીન પર મુક્ત કરવા જોઈશે.

ડિફોલ્ટ બેઈલ એ કાયદાની કોઈ પણ જોગવાઈ ની ગેરહાજરીમાં કસ્ટડી કાયદેસર રાખી શકાય નહી તેથી જામીન ઉપર મુક્ત કરવાનો અધિકાર છે.  જે ગુનામાં દસ વર્ષ ની સજા હોય તેવા ગુનામાં પણ ગણતરી કરતી વખતે ૯૦ દિવસ નહી પરંતુ ૬૦ દિવસ ગણવાના છે. તેવું સુપ્રિમ કોર્ટ દ્વારા Rajeev Chaudhary V/s. State, 2001 AIR(SCW) 2210 તથા ગુજરાત હાઈકોર્ટ દ્વારા Girishbhai Arunbhai Desai Vs.State Of Gujarat, 2002-GLR-4-3344 ઠરાવવામાં આવેલું છે.

ડિફોલ્ટ બેઈલ સંબંધે નામ. સુપ્રિમ કોર્ટ દ્વારા Uday Mohanlal V/s. State Of Maharashtra,  2001 2 GLR 1148 ના કેસમાં માર્ગદર્શિકા આપવામાં આવેલી છે તથા ડિફોલ્ટ બેઈલ બાબતે તમામ સંદિગ્ધતાનો અંત આણવામાં આવેલો છે. આ કેસમાં ઠરાવવામાં આવેલ છે કે,

‘‘On the aforesaid premises, we would record our conclusions as follows:-

 1. Under Sub-section (2) of Section 167, a Magistrate before whom an accused is produced while the police is investigating into the offence can authorise detention of the accused in such custody as the Magistrate thinks fit for a term not exceeding 15 days in the whole.
 2. Under the proviso to aforesaid Subsection (2) of Section 167, the Magistrate may authorize detention of the accused otherwise than the custody of police for a total period not exceeding 90 days where the investigation relates to offence punishable with death, imprisonment for life or imprisonment for a term of not less than 10 years, and 60 days where the investigation relates to any other offence.
 3. On the expiry of the said period of 90 days or 60 days, as the case may be, an indefeasible right accrues in favour of the accused for being released on bail on account of default by the investigating agency in the completion of the investigation within the period prescribed and the accused is entitled to be released on bail, if he is prepared to and furnish the bail, as directed by the Magistrate.
 4. When an application for bail is filed by an accused for enforcement of his indefeasible right alleged to have been accrued in his favour on account of default on the part of the investigating agency in completion of the investigation within the specified period, the Magistrate/court must dispose it of forthwith, on being satisfied that in fact the accused has been in custody for the period of 90 days or 60 days, as specified and no charge sheet has been filed by the investigating agency. Such prompt action on the part of the Magistrate/court will not enable the prosecution to frustrate the object of the Act and the legislative mandate of an accused being released on bail on account of the default on the part of the investigating agency in completing the investigation within the period stipulated.
 5. If the accused is unable to furnish bail, as directed by the Magistrate, then the conjoint reading of Explanation I and proviso to Sub-section 2 of Section 167, the continued custody of the accused even beyond the specified period in paragraph (a) will not be unauthorised, and therefore, if during that period the investigation is completed and charge sheet is filed then the so-called indefeasible right of the accused would stand extinguished.
 6. The expression ‘if not already availed of used by this Court in Sanjay Dutt’s case (supra) must be understood to mean when the accused files an application and .is prepared to offer bail on being directed. In other words, on expiry of the period specified in paragraph (a) of proviso to Sub-section (2) of Section 167 if the accused files an application for bail and offers also to furnish the bail, on being directed, then it has to be held that the accused has availed of his indefeasible right even though the Court has not considered the said application and has not indicated the terms and conditions of bail, and the accused has not furnished the same. With the aforesaid interpretation of the expression ‘availed of if charge sheet is filed subsequent to the availing of the indefeasible right by the accused then that right would not stand frustrated or extinguished, necessarily therefore, if an accused entitled to be released on bail by application of the proviso to Sub-section (2) of Section 167, makes the application before the Magistrate, but the Magistrate erroneously refuses the same and rejects the application and then accused moves the higher forum and while the matter remains pending before the higher forum for consideration a charge sheet is filed, the so called indefeasible right of the accused would not stand extinguished thereby, and on the other hand, the accused has to be released on bail. Such an accused, who thus is entitled to be released on bail in enforcement of his indefeasible right will, however, have to be produced before the Magistrate on a charge sheet being filed in accordance with Section 209 and the Magistrate must deal with him in the matter of remand to custody subject to the provisions of the Code relating to bail and subject to the provisions of cancellation of bail, already granted in accordance with law laid down by this Court in the case of Mohd. Iqbal v. State of Maharashtra (supra).’’

ક્યુ)    જામીન કેટલા પ્રકારના હોય છે..?

ક્રિ.પ્રો.કોડ મુજબ જામીન પર મુક્ત કરવા અંગેની જોગવાઈઓને નીચે મુજબ વર્ગિકૃત કરી શકાય.

 • ૧૬૭ મુજબ ના ડિફોલ્ટ બેઈલ
 • ૪૩૬ મુજબ જામીનપાત્ર ગુનામાં અધિકાર તરીકે જામીન
 • ૪૩૭ મુજબ બિન જામીનપાત્ર ગુનામાં જયુડિસ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા આપવામાં આવતા જામીન
 • ૪૩૮ મુજબ ઉચ્ચ અદાલત અથવા સેસન્સ અદાલત દ્વારા બિનજામીનપાત્ર ગુનામાં ધરપકડ થવાની સંભાવના હોય ત્યારે આગોતરા જામીન
 • ૪૩૯ મુજબ ઉચ્ચ અદાલત તથા સેસન્સ અદાલત દ્વારા ગંભીર બિનજામીનપાત્ર ગુનાઓમાં આપવામાં આવતા જામીન

બિનજામીનપાત્ર ગુનામાં જામીન આપતી વખતે અદાલત દ્વારા નીચે મુજબના સિદ્ધાંતો લક્ષમાં લેવા જોઈએ એવું સ્ટેટ ઓફ યુ.પી વિ. અમરમણી ત્રિપાઠી ૨૦૦૫(૮) એસ.સી.સી ૨૧ માં નીચે મુજબના જામીન આપવા કે નકારવા સમયે નીચે મુજબના મુદ્દા ધ્યાનમાં લેવાનું ઠરાવેલ છે.

It is well settled that the matters to be considered in an application for bail are

 • whether there is any prima facie or reasonable ground to believe that the accused had committed the offence;
 • nature and gravity of the charge;
 • severity of the punishment in the event of conviction;
 • danger of accused absconding or fleeing if released on bail;
 • character, behaviour, means, position and standing of the accused;
 • likelihood of the offence being repeated;
 • reasonable apprehension of the witnesses being tampered with; and
 • danger, of course, of justice being thwarted by grant of bail

(see also, Prahlad Singh Bhatt v. NCT, Delhi and Gurcharan Singh v. State (Delhi administration)

આર)   જામીન પર મુક્ત કરવાનો હુકમ કયા સંજોગોમાં રદ કરી શકાય.?

ક્રિ.પ્રો.કોડની કલમ ૪૩૭(૫) તથા ૪૩૯(૨) એ જોગવાઈઓ મુજબ જામીન રદ કરી શકાય છે.

જામીન પાત્ર ગુનામાં પણ જામીન પર છુટ્યા પછી આરોપી હાજર ન રહે અને વોરન્ટ કાઢવામાં આવે ત્યાર બાદ જો પકડાઇને આવે તો તેનો જામીનપર છૂટવાના અબાધિત અધિકારનો અંત આવે છે. અને અદાલત તેની મુનસફી મુજબ તેને જામીન પર મુક્ત કરી શકે છે અથવા તો નકારી શકે છે.

એસ)   ‘ડબલ જ્યોપાર્ડી’ એટલે શું.? RULE AGAINST DOUBLE JEOPARDY

કોઈ પણ ગુનાના આરોપીને એક જ ગુના બદલ એક કરતા વધુ વખત કામ ચલાવી તકસિરવાન ઠરાવી શકાય નહી અને એક જ ગુનામાં બે વખત સજા કરી શકાય નહી. આપણે ત્યાં બંધારણના અનુચ્છેદ ૨૦(૩) તથા ક્રિ.પ્રો.કો.ની કલમ ૩૦૦ માં દ્વારા આ સિદ્ધાંતને અમલી બનાવવામાં આવેલ છે

A person once convicted or acquitted by court of competent jurisdiction can not be tried again for the same offence on the same facts while conviction or acquittal is in force.

આ સિદ્ધાંત બાબતે લેટિન મેક્ઝીમ છે કે, Nemo debet bis vexari pro eadem cousa અર્થાત્ “Man shall not be twice vexed for one and the same cause.”

Principle of ‘autre fois acquait’ and ‘autre fois convict’ means formerly acquitted or formerly convicted ends matter.

-is a English law. Not completely absorbed in sec.300. As Dismiss for Default or Discharge of accused is out of perview of Sec.300.

in article 20 (2) it is embodied that ‘No person shall be prosecuted and punished for the same offence more then once.

This Proposition clearly embodied in Sec.300 Cr.P.C

A man tried by a competent jurisdiction for an offence and convicted or acquitted, while such conviction or acquittal remain in force not be liable to tried again for the same offence.

Section contain six sub section and one expalanation. And six illustrations.

 

 

 

Evidence Act  ભારતીય પુરાવાનો કાયદો

આ કાયદો ફોજદારી તથા દિવાની બન્ને કાર્યરીતીમાં પુરાવો રજુ કરવા તથા આવેલા પુરાવાનું મુલ્યાંકન કરવાનાં મહત્વના સિદ્ધાંતો દર્શાવે છે. પુરાવાનો કાયદો પ્રોસીજરલ લૉ છે. આ કાયદાને ત્રણ ભાગમાં વહેચવામાં આવેલો છે પ્રથમ ભાગમા –હકિકતોની પ્રસ્તુતતા અંગેનાં પ્રબંધો બીજો ભાગ સાબિતિ વિશે તથા ત્રીજા ભાગમાં આવેલ પુરાવાની અસરો વિશેની જોગવાઈ કરવામાં આવેલી છે. જે નીચેના કોષ્ટકથી વધારે સારી રીતે સમજી શકાશે.

કાયદામાં કલમ ૨, ૩, તથા ૪ મહત્વની જોગવાઈઓ છે જેમાં વ્યાખ્યા તથા અર્થઘટન કરવામાં આવેલું છે. સમગ્ર ભાગ–૧ ની ધરીભૂત જોગવાઈ કલમ –૫ માં આપવામાં આવેલી છે જે દર્શાવે છે કે,

5:Evidence may be given of facts in issue and relevant facts

Evidence may be given in any suit or proceeding of the existence or non-existence of every fact in issue and of such other facts as are hereinafter declared to be relevant, and of no others.

Explanation.- This section shall not enable any person to give evidence of a fact which he is disentitled to prove by any provision of the law for the time being in force relating to Civil Procedure.3

Illustrations

 • A is tried for the murder of B by beating him with a club with intention of causing his death. At A’s trial the following facts are in issue;

A’s beating B with the club;

A’s causing B’s death by such beating;

A’s intention to cause B’s death.

(b)         A suitor does not bring with him, and have in readiness for production at the first hearing of the case, a bond on which he relies. This section does not enable him to produce the bond or prove its contents at a subsequent stage of the proceedings, otherwise than in accordance with the conditions prescribed by Code of Civil Procedure, 1908 .4

આ કલમ ની વ્યાખ્યા અને તેમાં આપેલા બન્ને દ્રષ્ટાંતોથી એ સુસ્પષ્ટ છે કે, પુરાવો મુદ્દા માહેની હકિકત અને આ કાયદાએ જેને પ્રસ્તુત ઠરાવી હોય તેવી હકિકતનો જ આપી શકાશે તે સિવાયની હકિકતનો પુરાવો રજુ કરી શકાશે નહી.  કલમ ૧૩૬ મુજબ પુરાવાની ગ્રાહ્યતા અંગે મેજીસ્ટ્રેટ નિર્ણય લેશે.

ફેક્ટ ઈન ઈસ્યુ મુદ્દા માહેની હકિકત કોને કહેવાય..?

કલમ ૩ મુજબ હકિકત એટલે ‘”Fact ” means and includes-

(1) anything, state of things, or relation of things, capable of being perceived by the senses;

(2) any mental condition of which any person is conscious.

તથા મુદ્દા માહેની હકિકત એટલે ‘The expression “facts in issue” means and includes- any fact from which, either by itself or in connection with other facts, the existence, non- existence, nature, or extent of any right, liability, or disability, asserted or denied in any suit or proceedings, necessarily follows.’

‘રેસ ગસ્ટે’ સિદ્ધાંત શું છે..?

Principle of Res gueste (rayz jest-tie) n. from Latin for “things done,

” it means all circumstances surrounding and connected with a happening. Thus, the res gestae of a crime includes the immediate area and all occurrences and statements immediately after the crime. Statements made within the res gestae of a crime or accident may be admitted in court even though they are “hearsay” on the basis that spontaneous statement  The circumstances of a case  Res gestæ, the things done (including words spoken) in the course of an event.

The phrase is commonly used in connection with evidence, and the admissibility in evidence of words spoken-e.g., the cries of a woman who is being ravished:

see Reg. v. Lillyman, (1896) 2 QB 167

આ સિદ્ધાંત ભારતીય પુરાવાના કાયદાની કલમ .૬ થી મહદ અંશે મળતો આવતો સિદ્ધાંત છે.

એક જ બનાવના ભાગરૂપ હોય તે હકિકતો પ્રસ્તુત છે.

જે હકિકત કલમ.૬ મુજબ મુદ્દા માંહેની હકિકત ન હોય પરંતુ તેની સાથે એવી રીતે સંકળાયેલી હોય કે, એક જ બનાવના ભાગરૂપ બની જાય અને જુદી તારવી શકાય નહી તો તે હકિકતો પછી તે ભલે એક જ સ્થળે કે જુદે જુદે સ્થળે બની હોય તેમ છતા પ્રસ્તુત છે.

લેટિન ન્યાયનો આ સિદ્ધાંત ઈન્ગલેન્ડની જેમ આપણે ત્યાં સંપુર્ણપણે લાગુ પડતો નથી.

‘એલીબી’ એટલે શું..?

પુરાવાના કાયદાની કલમ ૧૧ મુજબની અસંભવિતતા દર્શાવતી હકિકત ને પ્રસ્તુત બનાવે છે.

Else ware, in law this term is used to express that defence in a criminal prosecution, where the party-accused, in order to prove that he could not have committed the crime charged against him, offers evidence that he was in a different place at that time. The plea taken should be capable of meaning that having regard to the time and place when and where he is alleged to have committed the offence, he could not have been present. The plea of alibi postulates the physical impossibility of the presence of the accused to the scene of offence by reason of his presence at another place

Alibi is not an exception (special or general envisaged in the Indian Penal Code or any other law. It is only a rule of evidence recognized in s. 11 of the Evidence Act.

facts which are inconsistent with the fact in issue are relevant

Munshi Prasad v. State of Bihar, (2002) 1 SCC 351: AIR 2001 SC 3031.

Janantibhai Bhenkarbhai v. State of Gujarat, (2002) 8 SC 165 (175

Dudh Nath v State of U.P. AIR 1981 SC 911

The relevancy of alibi is illustrated by example (a)to s. 11 of the Indian Evidence Act 1872. Evidence of alibi is admissible to contradict a witness. Illustration © to s. 153 of the above Act.

પુરાવો કેટલા પ્રકારનો હોય છે.

પુરાવાને મુખ્યત્વે બે પ્રકારે વર્ગિકૃત કરી શકાય છે.

૧)     મૌખિક પુરાવો કાયદાના ભાગ –૨ માં કલમ ૫૯ તથા ૬૦માં દર્શાવવામાં આવેલ છે. મૌખિક પુરાવો દસ્તાવેજના તથા ઈલેક્ટ્રોનિક રેકર્ડસના મજકુર બાબતે આપી શકાશે નહી. તથા મૌખિક પુરાવો પ્રત્યક્ષ હોવો જોઈએ.

૨)     દસ્તાવેજી પુરાવો.. ભાગ–૨ માં કલમ ૬૧ થી ૬૫ તથા ૬૫એ તથા ૬૫બી મુજબ દસ્તાવેજી પુરાવા પ્રાથમિક પુરાવાથી સાબિત કરવા જોઈએ અને પ્રાથમિક પુરાવો ન હોય ત્યારે ગૌણ પુરાવો આપવો જોઈએ. તથા ઈલેક્ટ્રોનિક રેકર્ડસ નો પુરાવો કલમ ૬૫બી મુજબ દર્શાવેલી રીતના પ્રમાણપત્રથી આપવો જોઈએ.

ઈલેક્ટ્રોનિક રેકર્ડ કલમ ૬૫બી મુજબ જ સાબિત કરવું જોઈએ. સ્ટેટ વિ. નવજોત સદ્ધુ ઉર્ફે અસફલ ગુરુ ૨૦૦૫ –૧૧–એસસીસી– ૬૦૦ ના કેસમાં ઈલેક્ટ્રોનિક રેકર્ડસને સેકનડરી એવીડન્સ તરીકે પુરાવામાં દાખલ કરી શકાય તેવુ ઠરાવેલ હતુ પરંતુ ત્યાર બાદ ત્રણ જજોની સર્વોચ્ચ અદાલતની બેન્ચ દ્વારા અનવસ વિ. બસીર ના એ.આઈ.આર (સુ.કોર્ટ) ૨૦૧૫– ૧૮૦માં આ ચુકાદાને પલટાવી નાંખવામાં આવેલ છે. અને એવું ઠરાવેલ છે કે, ઈલેક્ટ્રોનિક રેકર્ડને પુરાવામાં ગ્રાહ્ય રાખવા માટે કલમ ૬૫બી મુજબનું પ્રમાણપત્ર ફરજીયાત છે.

પુરાવાની સ્વીકૃતતા કોને કહેવાય

સાંયોગિક પુરાવો એટલે શું..?

ક્યારે માત્ર સાંયોગિક પુરાવાના આધારે પણ ગુનો સાબિત થઈ શકે.?

જ્યારે કોઈ ગુનાનો બનાવ નજરે જોનાર સાહેદ થી કે, ભોગ બનનાર સાહેદના પ્રત્યક્ષ પુરાવાના આધારે હોય ત્યારે આ પુરાવો પ્રત્યક્ષ પુરાવો કહેવાય છે. પરંતુ જ્યારે કોઈ કેસમાં કોઈ પણ નજરે જોનાર સાહેદ ન હોય ત્યારે તેવા ગુનાની સાબિતિ બાબતે જુદા જુદા સંજોગો નો પુરાવો આપવામાં આવે છે અને તે કેસ ને સાંયોગિક પુરાવાનો કેસ કે કે circumstantial Evidence કહેવામાં આવે છે.

સાંયોગિક પુરાવાઓ થી જ્યારે કેસ સાબિત કરવાનો હોય ત્યારે Sharad Birdhichand Sarda v. State Of Maharashtra AIR 1984 SC 1622 માં સંયોગિક પુરાવાઓ અંગે પાચ ગોલ્ડન પ્રિન્સીપલ કહેવામાં આવેલા છે.

‘A close analysis of this decision would show that the following conditions must be fulfilled before a case against an accused can be said to be fully established :

(1) the circumstances from which the conclusion of guilt is to be drawn should be fully established.

It may be noted here that this Court indicated that the circumstances concerned ‘must or should’ and not ‘may be’ established. There is not only a grammatical but a legal distinction between ‘may be proved’ and ‘must be or should be proved’ as was held by this Court in Shivaji Sahebrao Bobade v. State of Maharashtra, (1973) 2 SCC 793 : (AIR 1973 SC 2622) where the following observations were made : “certainly, it is a primary principle that the accused must be and not merely may be guilty before a Court can convict and the mental distance between ‘may be’ and ‘must be’ is long and divides vague conjectures from sure conclusions.”

(2) the facts so established should be consistent only with the hypothesis of the guilt of the accused, that is to say, they should not be explainable on any other hypothesis except that the accused is guilty.

(3) the circumstances should be of a conclusive nature and tendency.

(4) they should exclude every possible hypothesis except the one to be proved, and

(5) there must be a chain of evidence so complete as not to leave any reasonable ground for the conclusion consistent with the innocence of the accused and must show that in all human probability the act must have been done by the accused.

These five golden principles, if we may say so, constitute the panchsheel of the proof of a case based on circumstantial evidence. ’’

સ્વીકૃતિ અને કબુલાત એટલે શું..?

કબુલાત એટલે સ્વૈચ્છિક રીતે પોતે જ ગુનાનો કરેલો સ્વીકાર. કબુલાત બે પ્રકારની હોય છે. મેજીસ્ટ્રેટ સમક્ષની કબુલાત (ક.૧૬૪ ) તથા એક્સટ્રા જયુડિસીયલ કન્ફેસન બાહ્ય ન્યાયિક કબુલાત આવી કબુલાત ત્યારે જ સ્વીકૃત ગણાય છે જો તે કલમ ૨૪,૨૫, ૨૬ ની શરતો પુર્ણ કરતી હોય અને જ્યારે કલમ ૨૭ ના સંજોગો હોય ત્યારે તેવી હકિકત કબુલાત ગણાતી હોય તો પણ પુરાવામાં સ્વિકૃતિ પ્રાપ્ત કરે છે.

મરણોન્મુખ નિવેદન શું છે..?

જ્યારે કોઈ વ્યક્તિના મૃત્યુના કારણ સંબંધિત બાબત હોય અથવા તો એવી હકિકત જેના કારણે મૃત્યુ નિપજ્યું હોય, ત્યારે તેવી મરણાસન્ન વ્યક્તિ કે જે તેના બનાવનારને(ભગવાનને) મળવા જઈ રહી છે તે કદી જુઠુ બોલે નહી એવી માન્યતાના આધારે મરતી વખતે માણસ તેના મૃત્યુના કારણ અંગે જે કંઈ જણાવે તે મરણોન્મુખ નિવેદન કહેવાય.  પુરાવાના કાયદાની કલમ ૩૨ માં આ અંગેના પ્રબંધ કરવામાં આવેલા છે. મરણોન્મુખ નિવેદન એટલે મૃત્યુ પામેલી વ્યક્તિ પોતાના મૃત્યુના કારણ સંબંધિત હકિકત જણાવે તે મરણોન્મુખ નિવેદન કહેવાય છે. જે નેમો મોરીચરસ પ્રેસ્યુમીટર મેન્ટાર અર્થાત મૃત્યુ પામી રહેલી વ્યક્તિ જુઠુ નહી બોલે. તે સિદ્ધાંત પર આધારિત છે.

મરણોન્મુખ નિવેદનના મહત્વની આવશ્યકતાઓ..

 • નિવેદન આપનાર નિવેદન આપતી વખતે સક્ષમ હતો
 • નિવેદન કોઈ પણ દાબદબાણ વિનાનું અને સાચું હતુ
 • પ્રશ્ર્નોત્તર સ્વરૂપે હોય તો ઉત્તમ, નેરેટીવ પણ ચાલે.

ઓળખ પરેડ શું છે..?

 • ઓળખ પરેડ એટલે સાહેદે
 • બનાવ સમયે ઓળખેલા વ્યક્તિની ઓળખની વિશ્વશનીયતા ચકાસવા અને તપાસને ચોક્કસ દિસામાં દોરવા માટે ;
 • શકદારની જેવા ચહેરા મહોરાવાળા અન્ય વ્યક્તિઓ સાથે તેને રાખી સાહેદ પાસે બનાવ સમયે ઓળખેલા વ્યક્તિની ઓળખ કરાવવા ની
 • મેજીસ્ટ્રેટ રૂબરૂની કાર્યવાહીને ઓળખ પરેડ કહેવામાં આવે છે.
 • ઓળખ પરેડ અંગે કાયદામાં કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી પરંતુ ભારતીય પુરાવા ધારા કલમ–૯ મુજબ ચુકાદાઓના આધારે ઓળખ પરેડ યોજવામાં આવે છે.
 • ફોજદારી કાર્યરીતી સંહિતા કલમ ૨૯૧ –અ જે તાજેતરમાં જ દાખલ કરવામાં આવી છે તેમાં મહત્વની જોગવાઈ આવી ઓળખ પરેડ નો કાર્યવાહી રીપોર્ટ સીધેસીધો પુરાવામાં દાખલ કરવાનું ઠરાવાયું છે. જો કે, એ કલમ માં ફરિયાદપક્ષ કે આરોપી ઈચ્છે તો ઓળખ પરેડ કરનાર મેજીસ્ટ્રેટ ને સમન્સ કરી શકાશે એમ જણાવાયેલ છે.

Miscellaneous legal Topics

CONSTITUTION OF INDIA

ભારતનું સંવિધાન SUPREME LEGISLATURE કહેવાય છે. જેની ખાસિયતો નીચ મુજબની છે.

Not solely federal not solely unitary unique combination

Parliamentary sovereignty and judicial supremacy

Adult franchisy

Fundamental right

Directive principle

COPY RIGHT અધિકાર

Creator must have first right to be benefitted સર્જકને તેના સર્જનનો લાભ લેવાનો સૌ પ્રથમ અધિકાર છે.

Intellectual property right  restraining other deriving commercial benefit of other’s work

Copyright act 1957 મુજબ Literary, dramatic, musical, artistic, cinemetrography and sound recording ની નકલનો અધિકાર મેળવી શકાય છે. જેના ભંગ બદલ ત્રણ વર્ષ સુધીની સજા તથા રુ. ૫૦૦૦૦ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. Computer programme ના કોપી રાઈટ ભંગ બદલ પણ તેવી જ સજાની જોગવાઈ છે.

કોપી રાઈટના ભંગ બદલ Civil remedy પણ મળી શકે છે. તે માટે jurisdiction exclusively with district court ને તેવા દાવા સાંભળવાની સત્તા છે. Copy right can subsist up to sixty year from the death of original author

PATENT RIGHT

કોપી રાઈટ જેવો જ અધિકાર નવી શોધ કે, નવી ફોર્મુલા અંગે છે. જે પેટન્ટ એકટથી સંચાલિત થાય છે.Creativity , industry and enterprise need protection and encouragement. Patent right govern by patent act

Right of inventor to derive benefit from his invention

Inventor can prevent  for 20 years

Trade related intellectual peoperty right (TRIP) agreement most comprehencive

Patent can be obtain for

1) invention

2) process

Condition is it should be new

Mainly two type of petent is registeres 1)product patent 2) process patent

Recently SC through watershed on this law in the matter of patent of medicine of cancer.

SOFTWARE PATENT

Software patent is a patent on any performance of a computer realized by means of computer programme. Software technology is as expensive to to devlop as hardware technology but very inexpensive to copy.

In u.s software related inventions( methemetical algorithems) are patentable as long as they produce useful  concrete and tangible results, in addition to useful criteria i.e novelty, non-obviousness and industrial application.

But in India till software patent is not available. Sec-3 deals with invention which can not be patented, and in sec3-k computer programme per se is not patentable.

Attempt was made by patent amendment ordinance, 2004 but there was strong opposition in house and out of the house resuls deleted from amended patent act 2005

Capital punishment દેહાંત દંડની સજા

Capital punishment has been matter of debate for long now.

Modern abotionalist jurist – if killing is wrong, no moment of legal or social sanction can make it right.

Article 5- international covenant on civil and political rights 1966 and its protocol in 1989

Article -3 of universal declaration of human right

Article -21 of Indian constitution

In india SC made death penalty applicable only in rarest of the rare case, where the act is no less then shoking to human conscience.

Landmark cases of Ajamal Kasab and  afzal Guru where death sentence has been awarded recently. Dhananjay chetraji, rajiv Gandhi assassination.

Bachansingh’c case

Machhisingh’s case

Ex president Dr.Abdul Kalam suggested that parliament should consider the abolition of death sentence altogather.

PUBLIC INTEREST LITIGATION (ARTI 32/226)

Without access to justice there is neither the rule of law nor democracy, nor equality is possible.

Our country large no of people illiterate and below poverty line rule of law and justice become slaughter goats at the altarયજ્ઞવેદી of socio economic disabilities.

Ground reality is that yet people are hand to mouth how can they effort expensive justice.. and its result obviously justice becomes marketable commodity and one who can effort it can only enjoy it.

So, PIL is very effective and appropriate form in which any one can rang the ball of temple of justice..

Priorly writ u/art 32 can be move by the person who suffered. On the ground of locus standi but not SC released the rule

Dr.Ambedkar describe this provision ‘Very soul and heart of the constitution’

Probono public litigation

Dcoctrine of PIL applies to

 1. The breach od any public duty
 2. Violation of some provision of constitution
 3. Violation of law ( s.p gupta case)

Guideline for latters/petitions as PIL

 1. Neglected children
 2. Bonded labourers matters
 3. Non-payment of minimum wages to workers and violation of labour laws
 4. Petitions from prisons
 5. Speedy trial
 6. Against atrocity on woman
 7. Police excesses
 8. Atrocity against Sc/St
 9. Riot victim
 10. Family pension
 11. Envorinmental matters, maintenance and heritage and culture
 12. Maintance of communal harmony, public health etc

Principle of res judicata applicable when matter decided u/a 226 on merit.

INDEPENDENCE OF JUDICIARY

Law have no meaning without adequate enforcement.

Our polity constitution has establish enough check and balance. Parliament enact law and executives enforced it, but judiciary at the same time entertain power to interpret law in bright light of constitution and if require compel executives to follow it.

We have at the apex SC, Highcourt for States and District Courts for every judicial districts.

Independence can be achieved by following provisions

 • Appointment of Judges of supereme court and highcourt 124, 217
 • Transfer
 • Security of tenure
 • Condition of service
 • Admin power- art 146 and 229 power to appoint staff and administration
 • Power to punish for its contempt
 • Parliament can extend but not curtail jurisdiction and power of SC
 • Seperation of Judiciary from executive –Art-50
 • Prohibition on practice after retirement

WRIT JURISDICTION OF SUPEREME COURT AND HIGHCOURT

A writ is a quick remedy against injustice.

Command judicial tribunals and other body to do or not to do.. by king

SC empowered to issue writ u/a 32 while HC u/a 226

Five type of writs abailable

 • Habeas Corpus- a demand to produce Body.. against detaining authority
 • Mandamus- A command to act lawfully and to desist from perpetrating an unlawful act. To enforce fundamental right of person and to direct executives to exercise their public duty.
 • Certiorary- ‘to inform’ necessary information be provided to him requiring and record and to checks its legality.
 • Prohibition- Judicial order to agency (constitutional, statutory or non-statutory) from continuing their proceeding in excess or abuse of their jurisdiction or in violation of principle of natural justice or in contravention of law.
 • Quo-Warranto – ‘with what authority or warrant’ sought to clarify in public interest the legal position in regard to claim of a person to hold a public office.

સર્વોચ્ચ અદાલત હાઈકોર્ટના જજમેન્ટસ અંગે જાણવા જેવી બાબતો

પ્રસ્તાવના

૧૯૪૭ ની ૧૫ મી ઓગષ્ટે આઝાદ થઈને ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ પ્રજાસત્તાક બની બંધારણના અમલ સાથે નિર્માણ થયેલ ભારતવર્ષમાં સીમાચિન્હરૂપ ચૂકાદાઓએ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. Landmark એટલે સીમાચિન્હ કે તરત જ નજરે પડનારી વસ્તુ કે સંસ્મરણીય ઘટના અને  judgments  એટલે ચૂકાદો. આમ, તેનો અર્થ થાય છે, સીમાચિન્હરૂપ ચૂકાદાઓ.. જે લોકશાહી માટે કલ્યાણરાજ્યની સ્થાપના માટે અને માનવીય મૂલ્યોના સંવર્ધન તથા રાષ્ટ્રની ઉન્નતિનું દિસાસુચન કરનારા હોય તેવા ચૂકાદાઓ landmark judgement તરીકે પ્રખ્યાત છે.

બંધારણના ઘડવૈયાઓઓએ તેની લગભગ તમામ મહત્વની જોગવાઈઓ જેવી કે, આમુખ, મુળભૂત અધિકારો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાન્તો, સમવાયી માળખુ, બંધારણમાં સંસોધન તથા બંધારણના તથા કાયદાના અર્થઘટનની સર્વોચ્ચ અદાલતની સત્તાઓ સંબંધિત જોગવાઈઓને બંધારણસભામાં ચર્ચાની અરણે ચડાવી તેને સંવિધાનમાં સમાવેલ છે. અને  તેથી જ રાષ્ટ્રના બંધારણીય સંરક્ષકની ભૂમિકામાં સર્વોચ્ચ અદાલતે વખતોવખત આપેલા એવા ચૂકાદાઓ કે, જે અગાઉ જે બાબત સંદિગ્ધ કે, અસ્પષ્ટ હોય તેવી બાબત નિર્ણિત કરી છે. કેટલાક અવિસ્મરણીય કિસ્સાઓમાં સર્વોચ્ચ અદાલતની આ ભૂમિકાએ ભારતની લોકશાહીને રક્ષણ પ્રદાન કર્યું છે.

સર્વોચ્ચ અદાલતની આ સત્તા અનુચ્છેદ .૧૪૧ સર્વોચ્ચ અદાલત જે કાયદો જાહેર કરે તે રાષ્ટ્રની તમામ અદાલતોને બંધનકર્તા રહેશે. તથા અનુ.૩૨ અનુસાર ભાગ–૩ થી રક્ષાયેલા મુળભૂત અધિકારના અમલ માટે કોઈ પણ વ્યક્તિ સર્વોચ્ચ અદાલત સમક્ષ યોગ્ય કાર્યવાહી કરી શકશે. તથા અદાલત યોગ્ય રીટ ફરમાવી શકશે.

અદાલતનું જજમેન્ટ કેવી રીતે વાંચવું જોઈએ..?

કેસનું મથાળુ… પક્ષકારોના નામ દર્શાવે છે જે પ્રથમ હોય તે અદાલતમાં અરજી કરનાર, એપેલેન્ટ હોય છે તથા વિ. કરી બીજા પક્ષકાર સામાવાળા હોય છે.

Citation :

સાયટેસન નો અર્થ થાય છે કે, આ કેસ કયા લો જર્નલમાં સાઈટ થયેલો છે કે, પ્રસિદ્ધ થયેલો છે. જેમા જર્નલનું ટુંકું નામ હોય, વર્ષ હોય, વોલ્યુમ હોય તથા પેજ નંબર હોય છે. કેટલાક કેસો એક કરતા વધુ જર્નલમાં પણ પ્રસિદ્ધ થયેલા હોય છે તો કેટલાક કેસો પ્રસિદ્ધ ન થયેલા હોય એવા પણ છે જે અન રિપોર્ટેડ જજમેન્ટ કહેવાય છે.

Headnote

અદાલત દ્વારા અપાયેલા ચૂકાદાને લો જર્નલમાં લેતી વખતે તેના પ્રકાસકો એ ચુકાદા બાબતે સંક્ષિપ્ત સાર તૈયાર કરે છે અને તે સાર હેડનોટ સ્વરૂપે ચુકાદામાં ઉપરના ભાગે પ્રસિદ્ધ થાય છે. ચુકાદામાં કયા મહત્વના વિષય નિર્ણિત કરવામાં આવેલો છે અને તેને ચુકાદો શું દર્શાવવા માંગે છે તે અંગેનો સાર માત્ર છે. અને તે ચુકાદાને સમજવા માટે ઉપયોગી છે પરંતુ હેડનોટ એ ચુકાદાનો ભાગ નથી.

MEJORITY OPINION

જ્યારે બેન્ચના બહુમતી જજ અદાલત દ્વારા લેવાયેલા નિર્ણય સાથે તથા નિર્ણય ઉપર આવવા માટે ના તારણો સાથે સંમત થાય તેને જજમેન્ટનો મેજોરીટી ઓપીનીયન કહેવાય છે. ચુકાદામાં મેજોરીટી ઓપીનીયન ઓથોરીટી બને છે. સામાન્ય રીતે એક જજ જજમેન્ટ લખતા હોય છે અને અન્ય જજ જે તેની સાથે સંમત થાય તે માત્ર સહી કરતા હોય છે.

CONCURRING OPINION

જ્યારે જજમેન્ટમાં નિર્ણિત કરવામાં આવેલા વિષય સાથે સંમત હોય પરંતુ બેન્ચના અન્ય જજ તેના વિષયવસ્તુ બાબતે કોઈ વિશિષ્ટ દલીલ સાથે સંમત થતા ન હોય અથવા તો તેમની મુખ્ય વિષય સાથે સંમતિના કોઈ જુદા વિશેષ કારણો આપવા માંગતા હોય ત્યારે એ ચુકાદામાં પોતાનો કનકરીંગ અભિપ્રાય રજુ કરશે, જે ચુકાદાનો જ ભાગ ગણાય છે.

જ્યારે અદાલત નિર્ણય કરતી હોય ત્યારે માતર કોણ જીતશે કે કોણ હારશે તે જ નકકી કરવાનું નથી હોતું પરંતુ શા માટે અદાલતનો આ નિર્ણય છે તે દર્શાવતા વિધિમાન્ય તર્ક પણ હોવા જોઈએ. અને બહુમતી સાથે સંમત થવા માટે ના કારણો આપી બહુમતિએ નિર્ણિત કરેલા વિષયમાં જે તારણોનો આધાર લેવામાં આવ્યો હોય તે તારણો સાથે પોતે સંમત ન હોય તો તેના કારણો પણ તેઓ જણાવશે.

DISSENTING OPINION

જ્યારે બેન્ચમાં બહુમતી જજના અભિપ્રાય તથા નિર્ણયથી કોઈ જજ સ્પષ્ટપણે અસંમતિ દર્શાવે ત્યારે સમગ્ર કેસ બાબતે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય લખશે જે અભિપ્રાય બહુમતીના અભિપ્રાય થી વિરુદ્ધનો હોવાને કારણે તે અનુ.૧૪૧ મુજબ તેનું પ્રેસીડેન્ટ તરીકે ખાસ વજન રહેતું નથી.

PRESIDENT :  પુર્વનિર્ણય Stare Decisis

આ સિદ્ધાન્ત મુજબ અગાઉ કાયદાના પ્રશ્ન બાબતે જે નિર્ણય થઈ ગયેલો હોય તો પછી તત્સમાન સંજોગોમાં તે નિર્ણયથી વિરુદ્ધનો નિર્ણય નીચેની અદાલત લઈ શકે નહી અનુ.૧૪૧

 1. a prior reported opinion of an appeals court which establishes the legal rule (authority) in the future on the same legal question decided in the prior judgment.

The doctrine that a lower court must follow a precedent is called stare decisis

2) adj. before, as in the term “condition precedent  Precedent, a decision is a precedent of its own features. Further, the enunciation of the reason or principle on which a question before a court has been decided is alone binding as a precedent

Uttaranchal Road Transport Corporation v. Mansaram Nainwal, (2000) 6 SCC 366.

A precedent acquirers added authority from lapse of time, the longer a precedent has remained unquestioned, the more hard it becomes to reverse it. The courts has to adopt a construction of law, which would inevitably result in upsetting titles long founded on the contrary view,

Pratap Bahadur Sahi v. Lakshmidhar Singh, AIR 1946 PC 189: 73 IA 231; Vijaya Charari v. Khubchand, AIR 1964 SC 1099.

Precedent, are not an immutable dogma. Courts may evolve principles which are applicable to the facts involved in each case, Rumana Begum v. Government of Andhra Pradesh, 1992 Cr LJ 3512.

Means every judgment must be based upon facts, declared by the Indian Evidence Act, 1872 to be relevant and duly proved. But when a Judge, in deciding a case, follows a precedent, he only regards himself bound by the principle underlying the judgment but not by the facts of that case

OVER RULE

અદાલતી કાર્યવાહી દરમ્યાન જ્યારે કોઈ પણ પુરાવાની પ્રસ્તુતતા અંગે સામાપક્ષકાર દ્વારા વાંધો લેવામાં આવે ત્યારે તેને કાં તો અદાલત દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવે છે ત્યારે અદાલત કહેશે કે, ઓબ્જેક્સન સસ્ટેઇન્ડ અથવાતો વાંધો ટકી શકે તેમ ન હોય ત્યારે તેને કહેશે ‘ઓબજેક્સન ઓવર રૂલ્ડ’

જ્યારે કોઈ પણ કાયદાના મુદ્દે આપેલ નિર્ણય ઉપરની અદાલત ફેરવી નાખે અથવા તો અગાઉ આપેલા નિર્ણયથી પ્રસ્થાપિત સિદ્ધાંત સાચો ન હતો તેવું પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે તેવા જજમેન્ટથી અગાઉ અથવા નીચેની અદાલતે આપેલ ચુકાદામાં નિર્ણિત સિદ્ધાંત ઓવરરૂલ્ડ થયો છે એમ કહેવાય.

1)    to reject an attorney’s objection to a question to a witness or admission of evidence. By overruling the objection, the trial judge allows the question or evidence in court. If the judge agrees with the objection, he/she “sustains” the objection and does not allow the question or evidence.

2)   to decide (by a court of appeals) that a prior appeals decision on a legal issue was not correct and  Overrule, to set aside the authority of a former decision

Per incuriam,  PER IGNORATIAM WITH CARELESSNESS

અદાલતનો એવો નિર્ણય કે જે, બાબતે કાયદાના કે અગાઉ નિર્ણિત થયેલા ચુકાદાનો વિચાર કર્યા વિના અપાયેલો હોય ત્યારે તેવો નિર્ણય કાયદાના સિદ્ધાંતથી કે, પુર્વથી પ્રસ્થાપિત ચુકાદાથી વિરુદ્ધનો અભિપ્રાય ધરાવતો હોય તો તેવો પ્રસ્થાપિત સિદ્ધાંત પર ઈન્ક્યુરીયમ.. અર્થાત્ બાધ્ય સિદ્ધાંત ગણાતો નથી.

Per incuriam are those decisions given in ignorance or forgetfulness of some inconsistent (sic) statutory provision or of some authority binding on the court concerned, so that in such case some part of the decision or some step in the reasoning on which it is based, is found, on that account to be demonstr-ably wrong, A.R. Antulay v. R.S. Nayak, (1998) 2 SCC 602: 1988 SCC (Cri) 372.

Per incuriam, through want of care. An order of the Court obviously made through some mistake or under some misapprehension is said to be made per incuriam. Incuria literally means ‘carelessness’. In practice per incuriam appears to mean per ignoratium.

English courts have developed this principle in relaxation of the rule of stare decisis. The ‘quotable in law’ is avoided and ignored if it rendered, ‘in ignoratium of a statute or other binding authority’, Young v. Bristol Aeroplance Co. Ltd., foll.; State of Uttar Pradesh v. Synthtics and Chemicals Ltd., (1991) 4 SCC 139 (162).

OBITER DICTUM

એટલે આડવાત, એવા ન્યાયિક કથનો કે જે કેસના નિર્ણય માટે આવશ્યક ન હોય અને મહત્વના પણ ન હોય અને માત્ર ઉલ્લેખ પુરતા કરવામાં આવેલા કથન હોય તો તેવા કથન પુર્વનિર્ણિત સિદ્ધાંત બનતા નથી. પરંતુ ઓબીટર ડિક્ટમ ગણાય છે. અને તેવી આડવાતો નું ડિસાઈડેડ રેસીયો.. તરીકે તેનું અનુ.૧૪૧ મુજબ પ્રસ્થાપિત કાયદા જેવું મુલ્ય હોતું નથી

of judicial statements, not essential to the decision of the case and therefore without binding authority (pl. obiter dicta)  Obiter dictum, an opinion not necessary to a judgment.

An ‘Obiter dictum’ is an observation which is either not necessary for the decision of the case or does not relate to the material facts in issue, K. Jayarama Iyer v. State of Hyderabad, AIR 1954 Hyd 56.

It is a remark made or opinion expressed by a judge in his decision upon a cause, ‘by the way’ – that is, incidentally or collaterally, and not directly upon the question before the court, or it is any statement of law enunciated by the judge or court merely by way of illustration, argument, analogy, or suggestion….. In the common speech of lawyers, all such extrajudicial expressions of legal opinion are referred to as ‘dicta’, or ‘obiter dicta’, these two terms being used interchangeably, Brief Making and the Use of Law Books, William M. Lile et al. 304 (3rd Edn., 1914).

EFFECT OF THE REPEALING AND AMENDING ACT 2015

તાજેતરમાં વોટસએપ પર તા. ૧૩ અને ૧૪ મે ૨૦૧૫ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા પારિત કરવામાં આવેલા રીપીલ એક્ટ ના ગેઝેટસ ફરતા થયા છે અને તેમાં ક્રિ.પ્રો.કોડ એમેન્ડમેન્ટ એક્ટ ૨૦૦૮ તથા ૨૦૧૦ ના એમેન્ડમેન્ટ એક્ટ રીપીલ કરી દેવામાં આવ્યા હોવાથી હવે કલમ ૪૧ એ ની તથા અન્ય જોગવાઈઓ અને તેને આનુસંગિક અર્ણેશકુમાર ના જજમેન્ટમાં આપેલી ગાઈડલાઈનો નો કોઈ અર્થ રહેતો નથી તેવી ગેરસમજ ફેલાઈ રહી છે.

આ બાબતે સૌ ન્યાય અને કાયદા સાથે સંકળાયેલા મિત્રોનું બન્ને રીપીલ એક્ટમાં જ કરવામાં આવેલી જોગવાઈઓ પરત્વે ધ્યાન દોરવું ઉચિત જણાય છે. જેમાં સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે, જે કાયદામાં આવા એમેન્ડમેન્ટ એક્ટની સુધારો કરવામાં આવેલો હોય તે કાયદામાં થયેલો સુધારો એમેન્ડમેન્ટ એક્ટ રીપીલ થવાથી રદ થઈ જતો નથી. અને તેની સુધારેલી જોગવાઈઓ જે તે કાયદાનો ભાગ ગણાય જેથી તેમાં કોઈ ફેરફાર રીપીલ એક્ટ આવવાથી થતો નથી.

BY THE REPEAL ACT  2015 no effect in amendment provisions. It is clearly mentioned in repeal act itself in its preamble more particularly Sec.4 of the repeal Act. Please carefully read gazzatte.

રીપીલ એક્ટ અંગે જનરલ ક્લોઝીસ એક્ટમાં કલમ ૬એ માં દર્શાવાયું છે કે,

6A:Repeal of Act making textual amendment in Act or Regulation

Where any Central Act or Regulation made after the commencement of this Act repeals any enactment by which the text of any Central Act or Regulation was amended by the express omission, insertion or substitution of any matter, then, unless a different intention appears, the repeal shall not affect the continuance of any such amendment made by the enactment so repealed and in operation at the time of such repeal.

રીપીલ એક્ટ અંગે સર્વોચ્ચ અદાલતના તારણો ધ્યાનમાં લઈએ તો,

Jethanand betab Vs State of Delhi case reported in law journal AIR 1960 SC89

“The Act of 1949 inserted s. 6 (1 -A) in the Act of 1933. The 1949 Act was repealed by the 1952 Act, but the latter Act saved the operation of other enactments in which the repealed enactment has been applied, incorporated or referred to. The first question that arises for consideration is whether the amendments inserted by the 1949 Act in the 1933 Act were saved by reason of s. 4 of the 1952 Act.

Court Held referred to Halsbury’s Laws of England, 2nd Edition, Vol. 31, at p. 563, thus: ‘A statute Law Revision Act does not alter the law, but simply strikes out certain enactments which have become unnecessary.

આ કિસ્સામાં સુપ્રિમ કોર્ટે ‘ Khuda Bux v. Manager, Caledonian Press નો આધાર લીધો હતો.

વધુમાં, ઈ.પી,કો કલમ ૪૯૮ક નો ઉમેરો કરતો કાયદો આવ્યા પછી રીપીલ એક્ટથી જે તે એમેન્ડમેન્ટ એક્ટને રદ કરવામાં આવેલો તેનો આધાર લઈ Jaipal Singh Vs State of Uttar Pradesh reported in law journal CrLJ 1990 page 2504 of Allahabad high court. આ મુદ્દો નિર્ણિત કરવામાં આવેલો છે અને તે વખતે રીપીલ એક્ટ થી એમેન્ડમેન્ટ એક્ટ રદ કરવામાં આવતા મુખ્ય જોગવાઈમાં થયેલા સુધારાને કોઈ અસર થતી નહી હોવાનું સ્પષ્ટ કરવામાં આવેલું છે.

સર્વોચ્ચ અદાલત અને કલકત્તા હાઈકોર્ટના ચુકાદાઓ, જનરલ ક્લોઝીસ એક્ટની કલમ ૬એ ની જોગવાઈ તથા રીપીલ એક્ટ માં દર્શાવેલી જોગવાઈઓ જોતા મારૂ અંગત પરંતુ સ્પષ્ટ મંતવ્ય છે કે, આ એમેન્ડમેન્ટ એક્ટ માત્ર સ્ટેચ્યુટ બુકમાંથી રદ થયા છે તેની જોગવાઈઓ મુખ્ય કાયદાનો ભાગ બની ગઈ છે તેને રદબાતલ ગણી શકાય નહી. જેથી whatsapp ઉપર ગેઝેટની જે.પી.ઈ.જી ફાઈલ થી એમેન્ડ થઈ ગયેલી ૪૧ એ ની જોગવાઈ તથાઅર્ણેશકુમારના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલી માર્ગદર્શિકાને કોઈ પણ બાધ આવતો નથી.

ધરપકડ અને ડિટેન્સન

(અર્ણેશકુમાર વિ. સ્ટેટ ઓફ બિહારના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલી માર્ગદર્શિકા સંદર્ભે)

શ્રી ધર્મેન્દ્રસિંહ ગેમલસિંહ રણા

આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર

તા. ૨/૭/૧૪ ના રોજ સર્વોચ્ચ અદાલતે અર્ણેશકુમાર વિ. સ્ટેટ ઓફ બિહાર AIR(SC)-2014-0-2756 ના કેસમાં પોલીસ દ્વારા ગંભીર ન હોય તેવા સ્ત્રીઓ ઉપરના અત્યાચાર તેમજ તેવા જ અન્ય ગુનાઓમાં યાંત્રિક રીતે થતી કરાતી ધરપકડ તથા અટકાયતથી સ્વાતંત્ર્યનાં બંધારણીય અધિકારનો ભંગ ન થાય તે માટે માર્ગદર્શિકા આપી છે. અને સમગ્ર દેશમાં આ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે નિર્દેશો આપેલા છે. આ જજમેન્ટ આવ્યા પછી સાત વર્ષ સુધીની સજાને પાત્ર ગુનાઓમાં વિના વોરન્ટે ધરપકડ કરવા બાબતે કેટલીક ગેરસમજો પ્રવર્તી રહી છે.

ક્રિ.પ્રો.કોડના પ્રકરણ ૫ માં કલમ ૪૧ થી ૬૦ માં ધરપકડ અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે. તેથી કોઈ પણ ધરપકડ કરવામાં આવે ત્યારે આ જોગવાઈઓનું પાલન કરવું ફરિજીયાત છે. ઈ.પી.કોની કલમ ૪૯૮ક જેવા ગુનાઓની ફરિયાદોનો ઉપયોગ ઢાલને બદલે સામાપક્ષને સળીયા પાછળ ધકેલી દેવા માટે વધારે થતો હોય તેવા ગુનામાં માત્ર ધરપકડ કરી હેરાન કરવા ખાતર પથારીવસ કે વર્ષોથી પરદેશ રહેતા સાસરીયાઓને પણ આરોપી બનાવી દેવામાં આવે છે.

આવી હકિકતોનું નિરિક્ષણ કરી આ ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતે આવા કિસ્સાઓમાં કલમ ૪૧(૧) મુજબ ધરપકડ કરવા અવશ્યક ન જણાય ત્યારે ક્રિ.પ્રો.કો ની કલમ ૪૧એ માં દર્શાવ્યા મુજબની આરોપીને નોટીસ આપવાની જોગવાઈનું ફરજીયાત પાલન પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવે અને જ્યારે મેજીસ્ટ્રેટ સમક્ષ આરોપીને રજુ કરવામાં આવે ત્યારે તેને અટકાયતમાં ડિટેન્સનમાં રાખતી વખતે કારણોની નોંધ કરવા વખતે કેટલીક માર્ગદર્શિકાનું પાલન કરવા નિર્દેશ આપેલ છે.

આ ચુકાદા બાદ કેટલીક ગેરસમજો ઉપસ્થિત થવા પામી છે જેવી કે,

  ગેરસમજ કાયદાની સાચી સ્થિતિ
પોલીસને સાત વર્ષ સુધીની સજાને પાત્ર એવા કોઈ પણ ગુનાની તપાસ દરમ્યાન કોઈ આરોપીને અરેસ્ટ કરવાની સત્તા નથી. ૪૧(૧)(બી) મુજબ બે શરતો ફુલફીલ ન થતી હોય ત્યારે ૪૧એ ની નોટીસ આપવી જોઈએ.
પોલીસે સાત વર્ષ સુધીની સજાને પાત્ર તમામ ગુનાઓમાં આરોપીને અરેસ્ટ કર્યો હોય તો કોર્ટમાં રજુ કરી શકાય નહી પરંતુ પોલીસ સ્ટેસનમાં જ જામીન પર છોડી દેવા. ક્રિ.પ્રો.કો કલમ ૫૯,૧૬૯ તથા ૪૩૬ અને ૪૩૭(૨) ના સંજોગોમાં જ છોડવાની સત્તા છે. તે સિવાય કલમ ૫૭ તથા બંધારણના અનુ.૨૨(૨) મુજબ મેજી. સમક્ષ રજુ કરવા.
પોલીસે હંમેશા આવા ગુનાની આરોપીઓને નોટીસ આપવી ફરજીયાત છે. તપાસ કરતા એરેસ્ટ કરવાની જરૂર ન જણાય તો જ ૪૧એ મુજબ નોટીસ આપવાની છે
અદાલતના વોરન્ટ વિના કોઈ પણ આરોપીને પોલીસે પકડવો જ નહી. ધરપકડ કરવા માટે અદાલતમાંથી મંજુરી મેળવવી અનિવાર્ય છે. જો ૪૧એ મુજબની નોટીસનું પાલન ન કરે તો મેજીસ્ટ્રેટ પાસે થી ધરપકડ કરવા હુકમ મેળવવો જોઈએ.

ગંભીર નહી હોય તેવા ગુનાઓની ફરિયાદ આપવામાં આવે ત્યારે ઈન્વેસ્ટીગેસન દરમ્યાન કરવામાં આવતી ધરપકડ સંદર્ભે સ્પષ્ટ થવા માટે આપણે સૌ પ્રથમ જોગવાઈ તેનું અર્થઘટન, અર્ણેશકુમારના ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શિકા આપતા કરેલા નિરિક્ષણો અને તઆ ચૂકાદામાં આપવામાં આવેલી માર્ગદર્શિકા નો અભ્યાસ કરી સમગ્ર રીતે પોલીસ ઈન્વેસ્ટિગેસન દરમ્યાન કરાતી  ‘ધરપકડ’ તથા ‘અટકાયત’ સમજવાનો પ્રયત્ન કરીશું.

ફોજફારી કાર્યરીતી સંહિતામાં તથા સર્વોચ્ચ અદાલતના જજમેન્ટમાં Arrest અને detention એમ બે શબ્દો વપરાયા છે. અલબત્ત આ બન્ને શબ્દોને આ કાયદામાં કે જનરલ ક્લોઝીસ એક્ટમાં પણ આ શબ્દોને વ્યાખ્યાયિત કરવામાં આવેલા નથી. લીગલ ડિક્સનરી મુજબ ‘એરેસ્ટ’ અટલે to take or hold a suspected criminal with legal authority, as by a law enforcement officer અર્થાત્ ધરપકડ કરવી જ્યારે ‘ડિટેન્સન’ એટલે અટકાયતમાં રાખવો ઓક્ષફર્ડ ડિક્સનરી મુજબ the action of detaining someone or the state of being detained in official custody. આ બન્ને અર્થો એટલા માટે સમજવા જરૂરી છે કે, અર્ણેશકુમાર વિ. સ્ટેટના કેસમાં આપેલી માર્ગદર્શિકામાં ધરપકડ તથા અટકાયત બન્ને બાબતે નિર્દેશો આપવામાં આવેલા છે. કોઈ વ્યક્તિને પકડવામાં આવે ત્યારે તે એરેસ્ટ કહેવાશે અને જ્યારે તેને તેવી કસ્ટડીમાં રાખી મુકવામાં આવે ત્યારે તે ‘ડિટેન્સન’ કે ‘અટકાયત’ છે.

ધરપકડ કરવા અંગેની જોગવાઈઓ જોઈએ તો, ક્રિ.પ્રો.કોડ મુજબ વોરન્ટ થી ધરપકડ તથા વોરન્ટ વિનાની ધરપકડ એમ મુખ્ય બે ભાગોમાં વિભાજીત કરી શકાય. વિના વોરન્ટે ધરપકડ કરવા અંગેના પ્રબંધ કલમ ૪૧ માં આપવામાં આવેલા છે. સુધારેલી કલમ નો સાર તથા  એમેન્ડમેન્ટ એક્ટ થી નવી ઉમેરાયેલી કલમ ૪૧એ ની જોગવાઈઓ જોઈએ તો,

કલમ ૪૧(૧) મુજબ વિના વોરન્ટે ધરપકડ કરવા એ થી આઈ સુધીના કુલ દસ સંજોગો છે જે અનુસાર કોઈ પણ વ્યક્તિની ધરપકડ પોલીસ વિના વોરન્ટે કરી શકે છે. અને જો તેના ઈન્વેસ્ટીગેસનમાં ૪૧(૧) મુજબ ગુનામાં ધરપકડ ન કરવાના નિર્ણય ઉપર પોલીસ અધિકારી આવે તો તે વખતે તેણે  જે તે આરોપીને ધરપકડ કરવાને બદલે ૪૧એ મુજબની નોટીસ આપવી જોઈએ.

૪૧ (૧) મુજબ ધરપકડ અંગેની મહત્વની જોગવાઈઓનો સાર નીચે મુજબ હોય શકે..

એ)     જ્યારે કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની હાજરીમાં કોગ્નીઝેબલ ગુનો કરે તો તેની વિના વોરન્ટે ધરપકડ ૪૧(૧)(એ) મુજબ કરી શકાય આવી ધરપકડ  કરવામાં આવે ત્યારે કલમ ૪૧એ ની જોગવાઈ મુજબની કોઈ નોટીસ કે, કાર્યવાહી કરવાની રહેતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, અર્ણેશકુમારના જજમેન્ટમાં પણ આ સ્થિતિમાં એટલે કે, પોલીસ ઓફિસરની હાજરીમાં બનતા ગુનામાં કરવામાં આવતી ધરપકડ અંગે કોઈ માર્ગદર્શિકા લાગુ પડતી નથી. માત્ર પોલીસ ની હાજરીમાં કોગ્નીઝેબલ ગુનો કર્યાની હકિકત જ પુરતી છે. જેથી પ્રોહિબીસન રેઈડ,રાયોટિંગ,જુગાર તથા અન્ય જી.પી.એક્ટના મુજબના ગુનાઓ કે જેમાં આરોપી પોલીસની હાજરીમાં ગુનો કરતા પકડાય જાય છે ત્યારે તેની ધરપકડ કલમ ૪૧(૧)(એ) મુજબ પોલીસ કરી શકે છે.

બી)    કલમ ૪૧(૧)(બી) મુજબ જયારે કોઈ વ્યક્તિ વિરુદ્ધ સાત વર્ષ સુધીની સજાને પાત્ર કોગ્નીઝેબલ ગુનાની ફરિયાદ આપવામાં આવી હોય કે તેવી વિશ્વશનીય માહિતિ પ્રાપ્ત થાય ત્યારે નીચેની શરતોને આધિન ધરપકડ કરી શકાશે.

 1. જો તે ફરિયાદ, માહિતિ કે શંકાને આધારે પોલીસ ઓફિસરને ખાતરી થાય કે તે વ્યક્તિએ ગુનો કરેલો છે;
 2. જો પોલીસ અધિકારીને ધરપકડ કરવી નીચેના કારણસર જરૂરી લાગે
 • તે વ્યક્તિને બીજો કોઈ ગુનો કરતા અટકાવવા અથવા
 • ગુનાની યોગ્ય તપાસ માટે અટકાયત જરૂરી જણાય અથવા
 • તે વ્યક્તિને ગુનાને લગતા પુરાવાનો નાશ કરતા અટકાવવા અથવા પુરાવા સાથે કોઈ પણ રીતે ચેડા કરતા અટકાવવા અથવા
 • કોઈ પણ વ્યક્તિ કે જેને આ ગુનાને લગતી માહિતિ હોય તેને લાલચ,ધમકી કે પ્રલોભન આપતી તેવી માહિતિ અદાલત કે પોલીસ સમક્ષ રજુ કરતા અટકકાવવામાં આવશે તેવી દહેસત હોય અથવા
 • જો એની ધરપકડ ન કરવામાં આવે તો અદાલત સમક્ષ તેની હાજરી પ્રાપ્ત ન કરી શકાય તેવી ખાતરી હોય ત્યારે

પોલીસ અધિકારી કારણોની નોંધ કરી અટકાયત કરી શકશે.

વધુમાં પોલીસ અધિકારી જ્યારે પણ ધરપકડ ન કરે તો ધરપકડ ન કરવાના કારણોની લેખિત નોંધ તેણે કરવી જોઈશે.

આ બે સંજોગો ઉપરાંત બીજા આઠ સંજોગોમાં પોલીસ અધિકારી વિના વોરન્ટે ધરપકડ કરી શકે છે. કલમ ૪૧(૧) ના મુજબ જ્યારે ધરપકડ ન કરવામાં આવે તો જે તે પોલીસ અધિકારીએ તેવી ધરપકડ ન કરવાના કારણો લેખિતમાં જણાવવા ફરજીયાત છે અને તે માટે અર્ણેશકુમારના જજમેન્ટમાં પણ બે અઠવાડિયામાં કારણ જણાવવા માર્ગદર્શન આપવામાં આવેલું છે.

અને, નવી ઉમેરવામાં આવેલી કલમ ૪૧એ ની જોગવાઈઓ જોઇએ તો,   જયારે કલમ ૪૧(૧) મુજબ, ગુના ના કામે તપાસ કર્યા બાદ આરોપીની ધરપકડ કરવી જરૂરી ન હોવાનું પોલીસ અધિકારીને જણાય ત્યારે જ કલમ ૪૧એ લાગુ પડે છે જેમાં ગુનાની તપાસ માટે જરૂરી જણાય તો તેવી  વ્યક્તિને પોતાની સમક્ષ હાજર રહેવા નોટીસ આપી શકશે. અને તેવી નોટીસ આપવામાં આવે ત્યારે જે તે આરોપીએ વખતો વખત પોલીસ અધિકારી બોલાવે ત્યારે હાજર રહેવું જોઈશે. અને એવી નોટીસનું પાલન ન કરે તો, અથવા પોલીસ અધિકારીનો અભિપ્રાય થાય કે ધરપકડ કરવી જરુરી છે અથવા તે નોટીસનું પાલન ન કરે તો જે તેપોલીસ અધિકારી કોર્ટ પાસેથી ધરપકડ કરવાનો હુકમ મેળવી ધરપકડ કરી શકશે.

અર્ણેશ કુમારના જજમેન્ટમાં આપવામાં આવેલા નિર્દેશો તથા માર્ગદર્શિકા

સર્વોચ્ચ અદાલત ઈચ્છે છે કે,

 • પોલીસ અધિકારી બિનજરૂરી ધરપકડ ન કરે; અને
 • મેજીસ્ટ્રેટ યાંત્રિક રીતે અને રૂટીનમાં ડિટેન્સન ઓથોરાઈઝડ ના કરે.

આ જજમેન્ટ આપવા પછળનો ઉદ્દેશ સર્વોચ્ચ અદાલતે પેરા–૯ માં સ્પષ્ટ કરેલો છે ‘OUR endeavour in this judgment is to ensure that police officers do not arrest accused unnecessarily and Magistrate do not authorise detention casually and mechanically. In order to ensure what we have observed above, we give the following direction’ અર્થાત્ પોલીસ અધિકારીઓ બિનજરૂરી અટકાયત નહી કરે અને મેજીસ્ટ્રેટ સ્વાભાવિક અને યાંન્ત્રિક રીતે આ અટકાયત ઉપર મંજુરીની મહોર ન મારી દે તે માટે અમોએ જે ઉપર અવલોકન કર્યુ છે તે માટે અમો નીચે મુજબનું ડાયરેક્સન આપીએ છીએ.

 1. ALL the State Governments to instruct its police officers not to automatically arrest when a case under Section 498 -A of the IPC is registered but to satisfy themselves about the necessity for arrest under the parameters laid down above flowing from Section 41, Cr.PC;

All police officers be provided with a check list containing specified sub -clauses under Section 41(1)(b)(ii);

 1. THE police officer shall forward the check list duly filed and furnish the reasons and materials which necessitated the arrest, while forwarding/producing the accused before the Magistrate for further detention;
 2. THE Magistrate while authorising detention of the accused shall peruse the report furnished by the police officer in terms aforesaid and only after recording its satisfaction, the Magistrate will authorise detention;

The decision not to arrest an accused, be forwarded to the Magistrate within two weeks from the date of the institution of the case with a copy to the Magistrate which may be extended by the Superintendent of police of the district for the reasons to be recorded in writing; Notice of appearance in terms of Section 41A of Cr.PC be served on the accused within two weeks from the date of institution of the case, which may be extended by the Superintendent of Police of the District for the reasons to be recorded in writing;

 1. FAILURE to comply with the directions aforesaid shall apart from rendering the police officers concerned liable for departmental action, they shall also be liable to be punished for contempt of court to be instituted before High Court having territorial jurisdiction. Authorising detention without recording reasons as aforesaid by the judicial Magistrate concerned shall be liable for departmental action by the appropriate High Court.
 2. WE hasten to add that the directions aforesaid shall not only apply to the cases under Section 498 -A of the I.P.C. or Section 4 of the Dowry Prohibition Act, the case in hand, but also such cases where offence is punishable with imprisonment for a term which may be less than seven years or which may extend to seven years; whether with or without fine.

આ મુખ્ય કાયદાકીય જોગવાઈ મુજબ કલમ ૪૧(૧) એ થી આઈ મુજબના દસ સંજોગો હોય ત્યારે જે તે કારણની નોંધ સાથે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવા પોલીસ અધિકારી અધિકૃત છે. પરંતુ જ્યારે આવી ધરપકડ કરવી પોલીસ અધિકારીને જરૂરી ન લાગે ત્યારે તે આરોપીને પોલીસ અધિકારીએ નોટીસ આપવાની છે. વ્યાજબી ધરપકડ કરવાની સત્તા ઉપર અર્ણેશ કુમાર ના જજમેન્ટ થી પણ કોઈ જ પ્રતિબંધ મુકવામાં નથી આવ્યો.

ઉપરોક્ત ક્રિ.પ્રો.કો ની જોગવાઈ સાથે આ જજમેન્ટને મુલવીએ તો, સર્વોચ્ચ અદાલતે કાયદામાં જ્યારે જરૂરી અને વ્યાજબી જણાય ત્યારે જ ધરપકડ કરવાની સત્તા વાપરવાને બદલે પોલીસ ગુનાની તપાસ કરતા પહેલા જ ધરપકડ કરી લેતા હોય છે તેના ઉપર વ્યાજબી નિયંત્રણ મુકતા અને કારણોની નોંધ કરવાના ક્રિ.પ્રો.કોડની જોગવાઈઓનું પાલન કરાવવા માટે નિર્દેશો આપેલા છે. વ્યાજબી અને જરૂરી ધરપકડ કરવા પર પ્રતિબંધ મુકેલ નથી. અને આવી ધરપકડ કરાયા બાદ જ્યારે જે તે વ્યક્તિને મેજીસ્ટ્રેટ સમક્ષ કલમ ૧૬૭ ની જોગવાઈ મુજબ વધુ અટકાયતમાં રાખવા માટે રજુ કરવામાં આવે છે ત્યારે મેજીસ્ટ્રેટ દ્વારા પણ આવી અટકાયતને યાંન્ત્રિક રીતે અધિકૃત કરી દેવામાં આવતી હોય છે. જેથી વ્યક્તિના સ્વાતંત્ર્ય ઉપર કાપ મુકનારો ધરપકડ અને ડિટેન્સનનો અધિકાર વિવેકપુર્ણ રીતે પોલીસ તથા મેજીસ્ટ્રેટ સમક્ષ ન વપરાતો હોવાને લીધે અદાલતને માર્ગદર્શન આપવાની ફરજ પડી છે.

પોલીસ અધિકારી કલમ ૪૧(૧) ના જે કોઈ પણ સંજોગો મુજબ ધરપકડ કરે ત્યારે તેવી ધરપકડના કારણોની તેણે નોંધ કરવી ફરજીયાત બનાવતા અર્ણેશકુમારના જજમેન્ટમાં પેરા–૧૦ માં જે તે રાજ્ય સરકારોને તથા પેરા–૧૧ માં ધરપકડ કર્યા બાદ મેજિસ્ટ્રેટ સમક્ષ તેને કલમ ૧૬૭ મુજબ વધુ અટકાયતમાં રાખવા રજુ કરવામાં આવે ત્યારે ધરપકડના કારણો અંગેનું ચેક લીસ્ટ રજુ કરવાનું ફરજીયાત ઠરાવ્યું છે. અને આ ચેક લીસ્ટ યાંન્ત્રિક રીતે નહી પરંતુ ખરેખરા ધરપકડ કરવાના કારણ દર્શાવતું હોવું જોઈએ.

જ્યારે  પેરા–૧૨ નું માર્ગદર્શન મેજીસ્ટ્રેટ માટે છે, જ્યારે તે આરોપીનું ડિટેન્સન (૧૬૭ મુજબની જયુડિસીયલ કે પોલીસ કસ્ટડી) ઓથોરાઈઝ કરે ત્યારે તેમ કરતા પહેલા પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલા રીપોર્ટને સમજપુર્વક જોવો જોઈશે. એટલું જ નહી ગુનો નોંધાયાના બે અઠવાડિયામાં ધરપકડ ન કરવા અંગેનો રીપોર્ટ તેની સમક્ષ  પોલીસ અધિકારીએ રજુ કરવો જોઈશે એમ ઠરાવવામાં આવ્યું છે.

આ ચુકાદાના પેરા–૧૩ નું માર્ગદર્શન એકદમ સ્પષ્ટ અને અસંદિગ્ધ છે. તેમાં ઠરાવાયું છે કે, જે પોલીસ અધિકારી કારણો જણાવ્યા વિના ધરપકડ કરે અને આ ચુકાદામાં આપેલા માર્ગદર્શનનું પાલન ન કરે( ચેક લીસ્ટ રજુ ન કરે) તો તેના વિરુદ્ધ ખાતાકીય પગલા માટે જવાબદાર છે તથા હાઈકોર્ટ દ્વારા પણ કન્ટેમ્પટ કરી શકાશે. જ્યારે જે મેજીસ્ટ્રેટ કારણોની નોંધ કર્યા વિના ડિટેન્સન ઓથોરાઈઝ કરશે તે સંબંધિત હાઈકોર્ટ દ્વારા ખાતાકીય પગલા માટે જવાબદાર ઠરશે.

વધુમાં આ જજમેન્ટમાં પેરા– ૬ માં એવું પણ ઠરાવવામાં આવ્યું કે, જયારે પણ પોલીસ અધિકારી વિના વોરન્ટે ધરપકડ કરે ત્યારે બંધારણના અનુચ્છેદ ૨૨(૨) તથા ક્રિ.પ્રો.કોડની કલમ ૫૭ મુજબ ૨૪ કલાકમાં તેને મેજીસ્ટ્રેટ સમક્ષ હાજર કરવો જ જોઈએ એ વ્યક્તિનો બંધારણીય મુળભૂત અધિકાર છે. અને જે તે વ્યક્તિનું ૨૪ કલાક કરતા વધુ ડિટેન્સન મેજીસ્ટ્રેટ દ્વારા ઓથોરાઈઝડ કરવામાં આવે તો જ વધુ ડિટેન્સનમાં(અટકાયત)માં રાખી શકાય. તેથી હાલમાં કેટલેક ઠેકાણે પોલીસ આરોપીઓની ધરપકડ તો કરે છે પરંતુ તેને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાને બદલે પોતે જ જામીન પર છોડી દે છે. આ તદ્દન ગેરબંધારણીય પગલુ છે. એટલું જ નહી તેમ કરવાથી ભવિષ્યમાં જે તે ગુનાની ટ્રાયલ ચલાવતી વખતે કે તેની વિરુદ્ધ ચાર્જસીટ કરતી વખતે આરોપીની હાજરીના પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે. ક્રિ.પ્રો.કોડની કલમ ૫૯ જોતા કોઈ પણ વ્યક્તિ કે જેની ધરપકડ કરવામાં આવી હોય તેનું બોન્ડ, જામીન અથવા મેજીસ્ટ્રેટના હુકમ સિવાય છોડી શકાય નહી. અને તેનો અપવાદ માત્ર કલમ ૧૬૯ ના કે કલમ ૪૩૭(૨) ના સંજોગો છે પરંતુ જો આવા સંજોગોનું અસ્તિત્વ હોય તો કલમ ૪૧(૧)(બી) ની પ્રથમ શરતના સંજોગોની ગેરહાજરી હોય છે અને તે સ્ધિતિમાં તો ધરપકડ જ કરી શકાય નહી તેથી સમગ્ર રીતે જોઈએ તો પોલીસ અધિકારી જાતે બિનજામીનપાત્ર ગુનામાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યા સિવાય આરોપીને છોડી શકે નહી.

‘‘6. AN accused arrested without warrant by the police has the constitutional right under Article 22(2) of the Constitution of India and Section 57, Cr.PC to be produced before the Magistrate without unnecessary delay and in no circumstances beyond 24 hours excluding the time necessary for the journey. During the course of investigation of a case, an accused can be kept in detention beyond a period of 24 hours only when it is authorised by the Magistrate in exercise of power under Section 167 Cr.PC.

The power to authorise detention is a very solemn function. It affects the liberty and freedom of citizens and needs to be exercised with great care and caution. Our experience tells us that it is not exercised with the seriousness it deserves. In many of the cases, detention is authorised in a routine, casual and cavalier manner. Before a Magistrate authorizes detention under Section 167, Cr.PC, he has to be first satisfied that the arrest made is legal and in accordance with law and all the constitutional rights of the person arrested is satisfied. If the arrest effected by the police officer does not satisfy the requirements of Section 41 of the Code, Magistrate is duty bound not to authorise his further detention and release the accused. In other words, when an accused is produced before the Magistrate, the police officer effecting the arrest is required to furnish to the Magistrate, the facts, reasons and its conclusions for arrest and the Magistrate in turn is to be satisfied that condition precedent for arrest under Section 41 Cr.PC has been satisfied and it is only thereafter that he will authorise the detention of an accused. The Magistrate before authorising detention will record its own satisfaction, may be in brief but the said satisfaction must reflect from its order. It shall never be based upon the ipse dixit of the police officer, for example, in case the police officer considers the arrest necessary to prevent such person from committing any further offence or for proper investigation of the case or for preventing an accused from tampering with evidence or making inducement etc., the police officer shall furnish to the Magistrate the facts, the reasons and materials on the basis of which the police officer had reached its conclusion. Those shall be perused by the Magistrate while authorizing the detention and only after recording its satisfaction in writing that the Magistrate will authorise the detention of the accused. In fine, when a suspect is arrested and produced before a Magistrate for authorizing detention, the Magistrate has to address the question whether specific reasons have been recorded for arrest and if so, prima facie those reasons are relevant and secondly a reasonable conclusion could at all be reached by the police officer that one or the other conditions stated above are attracted. To this limited extent the Magistrate will make judicial scrutiny.’’

ઉપરોક્ત સ્થિતિમાં સુધારેલા ક્રિ.પ્રો.કોડની જોગવાઈઓ કે અર્ણેશકુમારના જજમેન્ટમાં આપવામાં આવેલી માર્ગદર્શિકાથી પોલીસ અધિકારીના વ્યાજબી અને કાયદેસર જણાય તેવી ધરપકડ કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાની માન્યતા અત્યંત ભૂલ ભરેલી હોવાનું મારુ નમ્રપણે માનવું છે. અને જે કોઈ આરોપીની કલમ ૪૧(૧) મુજબના દસમાંથી કોઈ પણ સંજોગોમાં ધરપકડ કરવામાં આવે ત્યારે તે ગમે તે ગુનાનો આરોપી હોય તેની ધરપકડ અંગેના કારણો તથા સંજોગોની લેખિત નોંધ કરવી ફરજીયાત છે. અને જ્યારે તેની અટકાયતને કલમ ૧૬૭ મુજબ મેજીસ્ટ્રેટ સમક્ષ તે વ્યક્તિને રજુ કરી અધિકૃત કરવાની હોય ત્યારે જે તે મેજીસ્ટ્રેટ દ્વારા પણ ડિટેન્સન અધિકૃત કરતી વખતે કારણો આપવા જોઈએ. અને જ્યારે ધરપકડના પોલીસ અધિકારી દ્વારા જણાવેલા કારણો ઉપર વિચારણા કરીને મેજીસ્ટ્રેટ દ્વારા કલમ ૧૬૭ મુજબનું ડિટેન્સન અધિકૃત કરવું જોઈએ અને વિકલ્પે જો મેજીસ્ટ્રેટને ધરપકડ માટેના કારણો વ્યાજબી ન જણાય તો, તે મેજીસ્ટ્રેટ જે તે વ્યક્તિનું કલમ ૧૬૭ મુજબની અટકાયત ડિટેન્સન ઓથોરાઈઝડ કરવાને બદલે જે તે વ્યક્તિને તેવા કારણોની નોંધ કરી જામીન પર છોડી શકે છે.

આ જજમેન્ટ અને કાયદાના સુધારા બન્નેનો આશય સાત વર્ષ સુધીની સજાને પાત્ર ગુનાઓમાં ખોટી અને બિનજરૂરી ધરપકડો ટાળવાનો અને તેવી ધરપકડ બાદ મેજીસ્ટ્રેટ દ્વારા તેનું કારણ વગરનું ડિટેન્સન અટકાવવાનો છે. પરંતુ ૪૧(૧)(બી) ના સંજોગો હોય ત્યારે તેવી વ્યક્તિની ધરપકડ કરતા કે તેને અટકાયતમાં રાખવા પર કોઈ પ્રતિબંધ કાયદાના અર્થઘટનથી કે અર્ણેશકુમારના જજમેન્ટથી આવતો નથી એવો મારો અંગત અભિપ્રાય છે.

ધર્મેન્દ્રસિંહ જી. રણા

આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટર

જ્યુડિસીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ. સુરત

CRIMINAL JUSTICE DELIVERY SYSTEM IN INDIA AND ROLE OF PROSECUTION AT DIFFERENT LEVAL

In India criminal justice delivery system may be categorize by its main functions like 1) inquiry 2)trial and 3) Hearing of appeal or revision. Out of this three at the stage of inquiry i.e. bail, remand role of Prosecutor is to assist the court precisely on law points as and when require. While at the hearing of appeal or revision also role of Prosecutor is to argue on law points, more particularly when trial court has made any mistake in correct and proper appreciation of evidence and thus assist the appellate court at just decision.

In our criminal Justice Delivery System at High court level and at the apex court level there may sufficient provisions to secure interest of public at large as State also interested in the result. So, my intention of writing this paper is to discuss reality, quality and facility of prosecution at session’s court and at the Judicial Magistrate court.

It is true that in CJDS most important and vital role of prosecution envisaged at the trial. In Code Of criminal Procedure 1973 functions of prosecutor included in summons or warrant trial at The Magistrate court and also Session’s trial at the Sessions Court. There is vast difference between prosecution at sessions trial and prosecution in the warrant or summons trial at magistrate court.

In order to understand role of Public Prosecutor at both levels if we categorized trials as it is in Cr.P.C for our criminal justice delivery system, it is as under;

 • TRIAL OF CRIMINAL CASE
 1. SESSIONS TRIAL
  • Sessions Case (Sec.225-237)
  • Special Case (as per Special Act)

2.TRIAL BY JUDICIAL MAGISTRATE

 • Warrant trial ( Sec 238 – 250)
 • Summons Trial ( Sec 251-259)
 • Summary Trial ( Sec 260 – 265)

As above mentioned there are mainly two type of criminal trial categorized as per the gravity of crime and its punishment by different court i.e court of session and court of magistrate.

Trial of Murder, Rape, Attempt to murder and Sedition etc. are declared triable by Sessions Court. Further, Sessions trial is conducted as expedite as possible during session.. as it is verbal meaning of sessions trial.

It is also required to be noted that, sessions Judge is not authorized to take cognizance sue-Moto except in certain exceptions.(AIR-2013-SC-3900)trial commenced at sessions court only up on committal by magistrate. Further it is compulsory u/s 225 that trial shall be conducted by Public Prosecutor. Even as per Sec 234 Cr.P.C in session’s trial, it is compulsory for public prosecutor to sum-up his case. While warrant trial conducted by Judicial Magistrate under sec.238 Chepter-19 of Cr.P.C., performed by concern magistrate. It is also compulsory for magistrate to complied with the provision of section 207 i.e. supply to accused the copy of police report, FIR and statements, confessions or statements recorded u/s 164, documents submitted u/s 173. It is very important to note that u/s 242(3) it is duty of magistrate to take all such evidence as may be produced in support of prosecution.

Sparkling difference between session’s trial and warrant trial is that, in Sessions trial Public Prosecutor is sole in charge of trial. He is to brief charge, take evidence and at the end it is compulsory for him to sum-up the case. While at the trial before magistrate role of public prosecutor is less important with compare to Sessions trial. His duty is to assist court by conducting prosecution. As per my humble belief such difference is significant. The ‘Public Prosecutor’ at the Session’s trial is in charge of case, while ‘Assistant Public Prosecutor’ in magistrate court is there to assist the court as and when required by court. By meaning ‘Assistant Public Prosecutor’ is it transpire from its verbal meaning assistant to court.. he is minister to Magistrate and his role is to guide magistrate..

At both the trial i.e. sessions and at warrant, if we consider intention of legislation there is very vital role of Public Prosecutor to perform. Efficient Public Prosecutor works as a catalyst in criminal justice delivery system. He is now no more police prosecutor. He is not the lawyer of complainant or lawyer of State. Prosecutor is an officer who represents public at large and performs his duty to ensure justice.

But, with all respect to all concerns, I, with pain and grief, would like to mention that, Some Judges believes Public Prosecutor either lawyer of State or Lawyer of complainant, while Police believe Public Prosecutor his own paid lawyer. Sometime task entrusted on Public Prosecutor to secure conviction in matter and some other time Public Prosecutor branded sole responsible for acquittal judgment.

We must consider at this juncture the results of criminal trial. Out of 100 cases submitted in court by police hardly 10 ends in conviction. Numbers may less than this figure in lower court. What does it mean..? There is either something lacking in investigation or in trial or we can say society is corrupt who lodges 90% false complaints to police. If we open mindedly consider the Role of Public Prosecutor enshrined by legislature, his function is to brush up and keep watch on both investigation and trial, but in vain.. as like ‘Women’ in the society ‘Prosecutor’ is most useful but avoided and neglected organ remains only a disposal machine for judges and free and ready advisor and protector for police.

Whenever found any miscarriage of justice just like bride in the joint family ‘PROSECUTION’ has been simply blamed in judgments of higher courts.

It is apparent that, when acquittal happens in criminal trial not only Police or Prosecutor but whole system is responsible. We strongly believe that innocent should not be penalized but then it is also our duty to take care that, no culprit should be left unpunished. Therefore, we must find out the reasons for poor conviction ratio, only 10% conviction is secured. Would it be mean that in 90% cases innocent or merely suspect was wrongfully drawn in trial? Is there no any responsibility of judiciary towards society..?

NEED OF IMPROVEMENT IN CJDS (CRIMINAL JUSTICE DELIVERY SYSTEM)

It is very much clear that Criminal Justice Delivery System overall works in the following manner.

 • Investigation (Police)
 • Prosecution (Public Prosecutor)
 • Trial (Judiciary)

Strong and impartial investigation of crime is a basic requirement. Then impartial and enthusiastic prosecution is required which needs support of witness. And at the last evidence adduced need to be appreciated in the light of cardinal rules of appreciation of evidence by judge.

Duty of prosecutor in this process is of hinge. Prosecutor can brush up investigation and appreciation of evidence both. But for that he is required to be armed with sufficient power and knowledge with integrity. Law Commission also in its 197th Report categorically proposed amendment in procedure of appointment of Public Prosecutor.

APPOINTMENT OF PUBLIC PROSECUTOR

To establish effective prosecution appointment of Public Prosecutor mentioned in sec 24 and 25 according to their role to be perform at different level. Appointment of public prosecutor made by state for High court and for District court u/s 24 and appointment of Assistant Public Prosecutor for the court of Judicial Magistrate made u/s 25 of Cr.P.C

PUBLIC PROSECUTOR FOR SESSIONS TRIAL

This appointment made U/s 24. By reading this provision it is very much clear that, Public Prosecutor for sessions trial in district is appointed u/s 24(3) Cr.P.C. by state government shall be out of name of panel prepared u/s 24(4) by Distract magistrate and District Judge. And that person must possess experience of at least seven years in practice.

But, very important provision is provided u/s 24(6) that, State Government shall appoint such public prosecutor only from cadre if there exist any cadre of prosecuting officer in state notwithstanding anything contained u/s 24(5). Although it is expressly provided in statute book in some state, this provision has been overlooked and thereby efficient persons existing in cadre such appointments made u/s 24(4) from lawyers are avoided.

It is also pertinent here to note that in BIHAR, HARIYANA, KARNATAKA, MADHYA PRADESH, MAHARASHTRA, RAJESTHAN, TAMILNADU, UTTARPRADESH and WEST BENGAL States they have amended provision of 24(6) and hence make appointment under sec 24(4) legal. However, some other state in which no such amendment has been made appointment was not made from cadre. Regarding this demand of Assistant Public prosecutors for being appointed as Public Prosecutor has been refused by Hon’ble Apex Court in the matter cited in 1990-SCC-4191.

If this appointment made by impartial way out of regular cadre of prosecuting officer, scenario of criminal justice delivery system may be changed. But for the reasons best known to rulers this legislative mandate is being thrown away in our country. Even fundamental Right under Article-16 of constitution equality of opportunity in the matter of appointment is also overlooked.

Further it is required to be noted that prosecutors appointed on ad-hoc basis are not given sufficient fees for their work. State should appoint public prosecutor on permanent basis or allow attractive remuneration for prosecution.

It is obvious that inequality in remuneration always leads toward corruption.

          ASSISTANT PUBLIC PROSECUTORS

In every District one or more Assistant Public Prosecutor shall be appointed for conducting prosecution in the court of magistrates. It is also provided in this provision that police officer shall not be eligible to be appointed as Assistant Public Prosecutor.

Assistant Public Prosecutors are appointed by State Service Commission from Advocates who have at least three years experience. They have to conduct prosecution in the courts of Magistrate.

Assistant Public Prosecutor is an officer who by conducting prosecution represents public at large and assist magistrate in his task of taking evidence. His role and function has not been specified as like Public Prosecutor in session trial therefore, often lower courts impose duty and functions of public prosecutor of session’s trial on APP.  Further it is also pertinent to mention that, In the court room most pitiable situation is that of Assistant Public Prosecutor though he is important functionary in CJDS he has not been provided any subordinate staff, peon or even office premises in the court. Situation is worst in some states where directorate of prosecution is yet to be formed. Somewhere Assistant Public prosecutor is mentioned as ‘SARAKARI VAKIL’ and somewhere ‘COURT SAAB’ which is not real meaning of the function which he has to perform.

As Prosecutor is important functionary, until system provides respectable status and facilities according to his job profile as they are CLASS-II officers of State, how the aim of impartial justice be achieved !

PRESENT SYSTEM OF APPOINTMENTS OF PUBLIC PROSECUTOR

In all over India presently Public Prosecutor for Sessions Courts are appointed by the state Government out of the panel of Lawyer prepared by District Judge and district Judge. In most of the state Government have formulated Law Officers Rules for their appointment. Public Prosecutor appointed for sessions trial are appointed for fix period term and remunerated on the basis of their appearance in the trial. Prosecutor has to obtain certificate from concern Judge for his appearance to get his remuneration.

Assistant Public Prosecutors for Chief Judicial Magistrate Court and other magistrate court are appointed by state Government. In most of states there exist cadre of Assistant Public Prosecutors selected by concern State Public Service Commission. They are Class II officers and holds permanent posts.

SHORTCOMINGS OF THIS ARRANGEMENT.

As Public Prosecutor selected from the panel prepared by DM and District Judge they are selected from the members of local Bar. Who are professional practicing lawyer. They have their their other legal work. Connected with Bar and have other associates lawyers in his office which ever leads him towards soft winded in his crusial function of Prosecution. I am not intended to question integrity of Public Prosecutor who are serving in their own area. But it is practically difficult for the officer who is familiar and connected with Bar and local society to act with full of integrity and impartiality.

They are appointed for certain time period which also leads towards uncertainty of practice. As Well settled criminal lawyer once appointed as Public Prosecutor lost his effective criminal practice.

They have to obtain certificate from concern court where he prosecute, this arrangement indirectly put him under the presiding officer which sometimes make prosecutor dependant.

Prosecutors appointed only from the panel list of that particular district. It may also limits more qualified candidates from outside for prosecution. As quality and experience may differ in different area.  Sometimes appointments made in the political influence which is again dangerous for impartial justice.

Post of Public Prosecutor at district level shall be compulsorily on permanent basis. Here I want to emphasis on legal conclusion that No permanent post should be filled on temporary or ad-hock basis.

At the Magistrate court Assistant Public Prosecutors are appointed by concern State Public Service Comission. But it is very unfortunate that they never promoted as Public Prosecutor in the Sessions court. The surface reality is that although Prosecutors are part and partial of judicial system. They for the so called reasons kept away from the promotion in sessions court of district level. As I have already discussed above the 197th Report of Law commission and Judgment of Hon’ble Supreme Court regarding appointments of  Public Prosecutors from the existing cadre is still not implemented.

I read somewhere logic raised for not promoting Assistant Public Prosecutors as prosecutors in the session trial is it is said that as Assistant Public Prosecutors have to conduct warrant trial and summons trial in Magistrate Court so their experience would not appropriate to be promoted as Public Prosecutor in session trial. With all due respect to the judicial institution My humble and very personal belief for such logic is ‘baseless’ and not applicable, because presently in almost all over country Posts of Higher Judiciary been filled 65% from out of due promotion and 10% direct promotion of Senior Judges who have presided over Magistrate Court they have entire experience of conducting warrant, summons and summary trials.

It is difficult to understand such double criteria for selection of Judge and Prosecutor. We have a system to select fresh law graduate as judge and then allow him to be promoted and preside over highest position in Judiciary, while we incline to promote candidate who is selected through Public Service Commission and posses enough experience and knowledge of law as an experienced Lawyer at the Bar and then after efficiently serve the state by conducting prosecution as an assistant Public Prosecutor. Here one point may also coined that is fundamental right of Assistant Public Prosecutor to have equal opportunity enshrined under article 16 of our constitution.

NEED TO EMPOWER AND WELL EQUIP PROSECUTION

There are Judicial Academy to empower members of Judiciary in almost every state. There are provision for facilitate Bar also. But provisions to orient knowledge of law, it is still not satisfactory. Prosecutor has been given power to opine at the conclusion of trial to concern authority and withdraw from the prosecution u/s 321 Cr.P.C. but at the other side he was made dependable to executive and police machinery which make him effortless. Sufficient Staff to conduct fruitful prosecution is time requirement. Library and other facilities should be provided to both level i.e to ‘Public Prosecutor’ and to ‘Assistant Public Prosecutor’.

PUBLIC PROSECUTOR.. IF EMPOWERED WITH INFRASTRUCTURE AND POWERS CAN BECOME P.R.O OF COURT..

In modern management system every organization related to public functions have one public relation officer. But if we think of Criminal Justice dispensing procedure it is fully based and relied up on witnesses. But we have no sufficient facility to protect and welcome and to guide them properly regarding court procedure.

It is now requirement of time to protect witnesses and this task can be better served by Public Prosecutor, if he is provided sufficient staff, sitting arrangement and funds to provide hospitality to witnesses. To achieve this motto of protection of witness and to secure his attendance establishment can also seek help of information and technology. As Public Prosecutor is an officer working for the betterment of public at large in the court room he would be best PRO if opportunity is given from court machinery.

CONCLUSION

If any part of our body remain weak, then how that person said healthy..? In this era of modernization we hear everywhere boasting of reformation of judiciary. State Governments and even Central Government has expend too much for judiciary But no one is thinking of making prosecution powerful. At the cost of repetition it is required to mention that efficient criminal justice delivery system can only be possible when independent impartial, intelligent and eminent ‘Public Prosecution’ established in the country. We Hope Sec 25-A Cr.P.C would implemented universally in the country. We also hope from other limbs of CJDS to morally support and respect prosecution.

We must not forget cardinal principle that, at whatever position we are working, we actually serving The people of India. All our efforts should be little but strong oblation towards Nation.

So, just like ‘women’, prosecution is required to be respected and protected in the society in its real sense.

Reference:

 • Code Of Criminal Procedure 1973
 • 197th Law Commission Report
 • JX-2013-SC-465 Dharmpal vs. State of Hariyana
 • 1990-SCC-4191.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: