અપંગ નર્તકીની જીવંત વાર્તા

અને એ દિવસે સુધાએ એના જીવનની કિતાબ ખુલ્લી કરી દીધી…! એક હજારથી પણ વધુ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરેલા હોલમાં કૃષ્ણપ્રેમમાં પાગલ બનેલી રાધાનાં ચરિત્રને દર્શાવતી નૃત્ય નાટિકામાં સુધાની ભાવભંગિમા અને મૃદંગનાં તાલે ઘૂંઘરુંનાં ઝણકારે એના સ્ટેજ પર સ્ફુર્તિથી થરકતા પગની કમાલ જોઇને તો એક સાથે બે બે હજાર આંખો પલકવાનું ચૂકી ગઈ હતી…! નૃત્યનો એક ભાગ સમાપ્ત થયો અને તાલીઓનાં એકધારા ગડગડાટે સુધાનાં થાકને ભુલાવી દીધો..! પરંતુ હજુ નૃત્યનો બીજો ભાગ રજૂ થવાનો બાકી હતો. જેમાં કૃષ્ણની ગોકુળમાંથી મથુરા જવાની ઘડી આવી પહોંચતાં કૃષ્ણ િવિરહ આવ્યાકુલ રાધાનાં હૃદયાવેશોને નૃત્યબદ્ધ કરી તબલાનાં તાલે તાલે પ્રેક્ષકોનાં મનોપ્રદેશ સુધી પહોંચાડવાનું કઠિન કામ સુધાએ કરવાનું હતું…. પરંતુ પોતાની જીંદગીમાં અઢારમાં વર્ષથી સુધાએ આરંભેલી કારકિર્દીમાં આ પ્રથમ કાર્યક્રમ એવો હતો કે જેમાં એના જમણા પગમાં અત્યંત પીડા થતી હતી જોકે, એવું ય નહોતું કે સુધા પગની પીડા સહન કરી શકતી નહોતી. આમ તો સ્ટેજ-શો ની એની કારકિર્દીની શરૂઆતથી જ એ પીડા વેઠતી આવી હતી. પરંતુ આજે એની સમસ્યા કંઈક જુદી જ હતી… તેમ છતાં બીજા ભાગની શરૂઆત થઈ જ…! અને જે આશંકા હતી તે થઈને જ રહ્યું! સુધાએ રાધાનાં પાત્રમાંવિરહનાં િ તમામ ભાવો તેનાં જમણા પગે અકથ્ય પીડા થતી હોવા છતાં ખૂબ જ સચોટ રીતે વ્યક્ત કર્યાં. પરંતુ એ નૃત્ય નાટિકાનો ક્લાઇમેક્ષ આવે તે પહેલા રાધાનાં પાત્રમાં રહેલી મદ્રાસની સુવિખ્યાત નર્તકી સુધાની સ્ટેજ કારકિર્દીનો ક્લાઇમેક્ષ આવી ગયો…! અને કૃષ્ણની પાછળ પાગલ બની દોડતી રાધાનાં દ્રશ્યને નૃત્યનાં લયમાં પરાકાષ્ટાએ પહોચાડતા તબલાંની થાપ સાથે જેવો સુધા તેનાં જમણા પગનો જોરદાર ઠૂમકો લેવા ગઈ અને પગનાં જાણે કે ટુકડા થઈ ગયા હોય એમ ઘૂંટણથી નીચેનો પગ છૂટો થઈ ગયો…! અને પ્રેક્ષકમાં િચીત્કાર ઊઠ્યા તે સાથે જ નૃત્ય પણ થંભી ગયું અને કંઈક અજુગતું બન્યું હોવાનાં એંધાણ સાથે સ્ટેજ કર્મચારીઓ પડદો પાડી દીધો…!
વાત એવી બની કે આખા રાજ્યની પ્રસિદ્ધ નર્તકીનાં નૃત્યને િનિહાળવા આવેલાં કલાપ્રિય દર્શકોનાં મનમાં આ ઘટના પછી શંકા જાગી કે ખરેખર થયું છે શું? અકસ્માત થયો કે સંગીતનાં લયમાં ભૂલ થઈ! નૃત્યમાં ક્યારેય થાપ નહીં ખાનારી સુધાએ ભૂલ કરી અને એકાએક પગ છૂટો થઈ જાય એવું કેમ બન્યું…! સ્ટેજ પર લોહીનું ખાબોચિયું ભરાય જાય એટલું લોહી કેમ વહ્યું? આ બધા સવાલોનાં જવાબ માંગવા મજબૂર બનેલા પ્રેક્ષકનાં મન બુદ્ધિથી સાચી હકીકત જાણ્યા વગર હોલ છોડવાનો જાણે ઇન્કાર કર્યો હોય તેમ સૌ પોત પોતાની બેઠક પર ખોડાઈ રહ્યાં. સ્ટેજની બાજુમાં આવેલા કલાકારો માટેનાં મેક-અપ રૂમમાં દોડધામ સ્પષ્ટ વર્તાતી હતી. અને બીજી તરફ વારંવાર આકસ્મિક સંજોગો ઊભા થવાને કારણે પ્રોગ્રામ અટકાવી દેવો પડયો છે એવી જાહેરાત છતાં કોઈ ખસવાનું નામ લેતું નહોતું.
સ્ટેજની અંદરનાં ભાગે બિછાનાંમાં ફસડાયેલી સુધાની હાલત જોઇને ડાન્સ ડાયરેક્ટર થી લઈને તબલા વાદક અને સ્ટેજ બોય સુધ્ધાની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વહ્યે જતાં હતા. પ્રખ્યાત નર્તકીનાં પ્રાઇવેટ ડૉક્ટર જમણા પગનું ડ્રેસિંગ કરી રહ્યાં હતાં. અને સુધા સાથે અત્યાર સુધીમાં ૪૦૦ થી પણ વધુ પ્રોગ્રામનો કરી ચૂકેલા િનિર્દેશક પણ હાથ જોડીને સુધાને કહી રહ્યા હતા કે હવે તો મહેરબાની કરીને સત્ય કહી દે બેટા…! તેમનાં બંધ હોઠ ફફડતાં નહોતાં પરંતુ આંખોમાંથી ડોકાતો સંદેશો સુધા ખૂબ જ સ્પષ્ટ સમજી રહી હતી. ૧૩ વર્ષની હતી ત્યારથી જે વ્યક્તિએ એને સદાય સાથ સહકાર અને માર્ગદર્શન પૂરું પાડી િહિંમત આપી આજે મદ્રાસ આખાની શ્રેષ્ઠ નર્તકીની હરોળમાં મૂકી હતી. તેનાં ચહેરાનાં ભાવો સુધાથી છાના રહી શકે તેમ નહોતા. તે કહેતા હતા, ‘સુધા તારી નૃત્યની ધગસ અને ભરત નાટ્યમનીનિપુણતાએ િ જિલ્લા કક્ષાનાં યુવક મહોત્સવમાં એ િદિવસે નૃત્ય િવિભાગમાં પ્રથમ ઇનામ મેળવી તું ઘેરે આવતી હતી અને રસ્તામાં જ થયેલા કાર અકસ્માતમાં તારો ઘૂંટણથી નીચેનો જમણો પગ સાવ જ કચડાઈ ગયો હતો. ત્યારે હોસ્પિટલનાં બિછાને પ્રથમ પગ ગુમાવ્યાની જાણ થતાં તને ભાંગી પડતાં મે જોયેલી. અને સતત ત્રણ કલાકનાં અવિરત ડુસકાઓને અંતે સુધા..! તારી આંખમાંવિપરત િ પરિસ્થિતિમાં પણ અડીખમ ઊભા રહેવાનીહિંમત િ અને સુકાયેલા આંસુ પણ જે જોયેલા. ! અને તે પછી સુધા તે ક્યારેય આંસુ સાર્યા નથી. એનો હું સાક્ષી છું. અરે ! પોતે પગ ગુમાવ્યો છે અને અપંગ બની છે તેનું પ્રમાણપત્ર પણ લેવાનો ધરાર ઇન્કાર કરી દીધો! એટલું જ નહીં એ પગનાં માપનાં કેલિપર બનાવીને મહિનાઓની મહેનત પછી તું ચાલતા શીખેલી… સુધા ! ત્યારે પણ તારી એક જ જીદ હતી કે હું અપંગ છું એ વાતનો મને ક્યારેય અહેસાન કરાવવો નહીં. અને એક પગે કેલિપર ચડાવીને તેનાં પર ઘીંઘર બાંધીનેદિવસો િ સુધીનાં રીયાઝ પછી તું ફરી પાછી એજ સુધા બની ગઈ ત્યારે તારી ૧૩ વર્ષથી ૧૮ વર્ષ સુધીની નૃત્ય સાધનામાં તેં ક્યારેય પોતાની અપંગતાને ખુલ્લી થવા દીધી નહોતી. એટલું જ નહિ તેં અમને બધાને જણાવી દીધેલું કે મારા પહેલા સ્ટેજ શો માં પણ હું અપંગ છું એવી કોઈને જાહેરાત કરશો નહીં ! મારે સહાનુભૂતિ કે દયા જોઇતા નથી. અને તારા એ પહેલા સફળ શો પછી આજ સુધીની સફળ યાત્રામાં અમે સૌએ િનિર્દેશકથી માંડી નાનામાં નાના કલાકાર સુધી જેમને પણ જાણ છે કે સુધાનો એક પગ છે જ નહીં… તેમણે કાળજી રાખી છે કે તારી આ હકીકત પ્રેક્ષકો સુધી નહીં પહોંચવા દઇએ…! પરંતુ આજે જ્યારે તારા કેલિપરનું બટન જ ઢીલું થઈ ગયુ હતું અને ઉપરનો પટ્ટો સાવ જ છૂટો પડી જાય તેવી િસ્થિતિમાંજે ગમે તે ઘડીએ પગ સાથેનો સંગાથ છોડી દે તેવી શક્યતા હોવા છતાં તારી શો પૂરો કરવાની ઇચ્છાને લીધે જ્યારે સૌની સામે એ પગ નીકળી ગયો… અને આજે હજારો પ્રેક્ષકો તેમનીપ્રિય િ નૃત્યાંગનાને શું થયું કે એણે નૃત્ય થંભાવી દેવું પડયું એટલું જ નહી પણ સ્ટેજ ઉપર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું..? એ જાણવા ઉત્સુક છે અને જગ્યા ઉપરથી ખસવાનું નામ જ લેતા નથી, ત્યારે હવે તારી ખુદ્દારી,સફળતા મહેનત અને આત્મવિશ્વાસની કહાણી જગતને જાણવાની જરૂર કદાચ ઈશ્વરને મહેસુસ થઈ હશે તેથી હવે આજે ખુમારીથી લોકોને એ જણાવી દે કે જીવનનાં ૧૩ માં વર્ષથી માત્ર એક જ પગનાં અસ્તિત્વ સાથે નૃત્ય જગતમાં ઇતિહાસ સર્જવો પણ અશક્ય નથી… અને ગુરુ, િશિક્ષક, િમિત્ર અને િપિતાની ભૂમિકા ભજવતાં એ બુઝુર્ગની લાગણીને માન આપીને, તેની સાથે વર્ષોથી મૃદંગ ઉપર સાથ આપતા વડીલ, ડ્રેસર, ડૉક્ટર સર્વે નાં ચહેરા ઉપરની લાગણીઓ અને ભાવ વાંચીને તે િદિવસે સુધાએ જમણા ખભે લાકડી ટેકવીને સ્ટેજ પાસે જઈ બંધ પડેલો પડદો ઉપાડવાની સૂચના આપી. અને એ િદિવસે હજાર પ્રેક્ષકોની સામે એક જ પગે ઊભેલી નર્તકીને જોયા પછી પ્રેક્ષકોનાં સ્પંદનો અને ભાવ પ્રગટયા તે એના તરફ દયા કે કરુણાનાં નહીં પરંતુ એક પગે અપંગ હોવા છતા પોતાની કમજોરી છુપાવીને શ્રેષ્ઠ નૃત્યાંગના બની બતાવનાર સુધાને જોયા પછી ભારતની ધરતી ઉપર આવી વિરાંગના હજી પણ પાકે છે એ ગૌરવના હતા….!
સુધાએ હાથમાં માઇક લઈને કહ્યું કે ”િમિત્રો, ૧૩ વર્ષની મુગ્ધાવસ્થાએ પગ ગુમાવનારી હું કંઈ પ્રથમ યુવતી નહોતી. મારા જેવા કેટલાય અપંગ થતાં હશે…! કેટલા અપંગ જન્મતા હશે..! પરંતુ પોતની એ પંગુતાને, ખોટને, ખામીને આગળ કરીને મોટાભાગનાં આવા યુવક-યુવતીઓ સમાજની તેમની કમજોરી, શારીરિક ખોડ ઉપરની દયા, કરુણાને સ્વીકારી લે છે… અને પોતાનાં અસ્તિત્વનું ભાન, આત્માની ગરિમા ખોઇ બેસે છે. મારે એમ નહોતું થવું દેવું… મારે સામાન્ય માણસોની જેમ તમારા સૌની વચ્ચે તમારા જેવા થઈને મારો જંગ જીતવો હતો… અને પ્રભુ અય્યપ્પાએ મને કામયાબ બનાવી છે… જો મે મારા પ્રથમ સ્ટેજ શો માં જ મારી અપંગતા પ્રદર્શિત કરી હોત તો કદાચ ઓછી મહેનતે મને સારી પ્રસિદ્ધ માન અકરામ પણ મળી જાત. પરંતુમિત્રો િ મારે જગતને અને ખાસ કરીને શરીરની કોઈ ખોડ કે ખામીને લીધે પંગુ બનીને, બચારા બનીને જીવતાં એક બહું મોટા સમાજને સંદેશો પણ આપવો હતો કે,’જો તમે શરીરથી અપંગ છો તો તમે અપંગ નથી. તમારે કોઈનાં સહારાની જરૂર નથી. પરંતુ જો તમે આત્માથી અપંગ બની જશો તો તમારો કોઈ સહારો નથી…‘‘
અને સૌ એ તેજસ્વી નર્તકી ની સુધા સમાન વહેતી વાગ્ધારાને એક તાલ થઈ એના નૃત્યની જેમ જ માણી રહ્યા…!
નોંધ- મદ્રાસમાં સુધા ચંદ્રન નામના એક વિખ્યાત નર્તકી કે જમણે અકસ્માતમાં પગ ગુમાવ્યો હતો. પરંતુ તે પછી તેમણે અવિરત નૃત્ય સાધના કરી અનોઠી િસિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમના જીવન પર નાચે મયૂરી નામનીફિલ્મ પણ બની છે. જેમાં તેઓ પોતે જ હિરોઇનની ભૂમિકામાં છે. તેમનાં જીવનની પ્રેરક કથાને આધારે ઉપરનું કથાનક આ લખનારનાંવિકલાંગો તરફનાં દ્રષ્ટિકોણ પ્રગટ કરવા લખાયું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: